GUJARATMEHSANAVIJAPUR

બેચરાજીના કનોડા ખાતે કનોડા-મોટપ વચ્ચેની રૂપેણ નદીમાં કાર તણાઈ જતા વહીવટીતંત્રે ફાયર બ્રિગેડ ટીમ દ્વારા બચાવ કામગીરી કરી

નદીના વહેણના બંને કાંઠે રસ્તો બંધ હોવાના સાઈન બેલ્ટ લગાવી રસ્તો બંધ કરાયો

બેચરાજીના કનોડા ખાતે કનોડા-મોટપ વચ્ચેની રૂપેણ નદીમાં કાર તણાઈ જતા વહીવટીતંત્રે ફાયર બ્રિગેડ ટીમ દ્વારા બચાવ કામગીરી કરી

નદીના વહેણના બંને કાંઠે રસ્તો બંધ હોવાના સાઈન બેલ્ટ લગાવી રસ્તો બંધ કરાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
બેચરાજી તાલુકાના કનોડા અને મોટપ ગામ વચ્ચે આવેલ રૂપેણ નદીમાં આજરોજ વહેલી સવારે મુકામ કટોસણ રહેવાસી કટોસણના મહેન્દ્રસિંહ ઝાલાની કાર નદીના વહેણમાં નદી ક્રોસ કરતી વખતે તણાઈ જઈ કોઝવેના ખૂણા પર લટકી રહેલ હતી, ત્યારબાદ વહેલી સવારે તેમાં બેઠેલા મહેન્દ્રસિંહ તથા તેમના અન્ય બે ઈસમોને રેસ્ક્યુ કરવામાં આવેલી છે. મહેન્દ્રસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર કોઈ વ્યક્તિ તણાયેલ કે જાનહાનિ થયાની વિગત નથી.
વધુમાં વહીવટીતંત્ર ના માર્ગદરશન હેઠળ મામલતદાર બેચરાજી શ્રી પ્રકાશગીરી બાવા , પીએસઆઇ મોઢેરા, મહેસૂલી તલાટી કનોડા/સદુથલા , તલાટી-કમ-મંત્રી કનોડાના પ્રયત્નોથી હાઇડ્રાક્રેન અને ફાયર બ્રિગેડટીમ, મહેસાણા નગરપાલિકાના સહયોગથી કારને પાણીના વેણમાંથી બહાર કાઢી કારના માલિક મહેન્દ્રસિંહ ઝાલાને સોંપવામાં આવેલ છે. ત્યારબાદ નદીના વહેણના બંને કાંઠે રસ્તા ઉપર રસ્તો બંધ હોવા અંગેના સાઈન બેલ્ટ લગાવી જાહેર લોકોને પાણી પ્રવાહમાં લોકો ના જાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. કનોડા-મોટપ વચ્ચેથી પસાર થતી રૂપેણ નદીના કોઝ-વે પરથી કાર તણાવવાનો મામલે હાઇડ્રાક્રેન અને ફાયર બ્રિગેડટીમ મારફતે ગાડી બહાર કઢાવવામાં આવી છે. નદીના વહેણના બંને કાંઠે રસ્તો બંધ હોવાના સાઈન બેલ્ટ લગાવી રસ્તો બંધ કરાયો છે એમ મામલતદાર બેચરાજી શ્રી પ્રકાશગીરી બાવાએ જણાવેલ છે………

Back to top button
error: Content is protected !!