ARAVALLIGUJARATMODASA

સહકાર થી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત નાબાર્ડના ચીફ જનરલ મેનેજર ધ્વારા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

સહકાર થી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત નાબાર્ડના ચીફ જનરલ મેનેજર ધ્વારા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું

સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાની ૫૦ સેવા સહકારી મંડળીઓના કોમ્પ્યુટરાઈજેશન અન્વયે ગો-લાઈવ જાહેર કરવામાં આવી

નાબાર્ડ ગુજરાત કાર્યક્ષેત્રના ચીફ જનરલ મેનેજર બી.કે.સિંગલના વરદ હસ્તે “સહકાર થી સમૃદ્ધિ” સંકલ્પના અન્વયે વિવિધ કાર્યોના લોકાર્પણ સમારોહ ધી.સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. હિંમતનગર ધ્વારા આયોજિત કરવામાં આવેલ હતો આ પ્રસંગે સહકાર ભારતી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગુજકોમાસોલના ડિરેક્ટર મહેશ પટેલ,સાબરકાંઠા બેંકના ચેરમેન,વાઈસ ચેરમેન,મેનેજીંગ ડિરેક્ટર સહિત નિયામક મંડળના તમામ સભ્યો હાજર રહ્યા હતા આ કાર્યક્રમ અન્વયે સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાની ૫૦ સેવા સહકારી મંડળીઓના કોમ્પ્યુટરાઈજેશન અન્વયે ગો-લાઈવ જાહેર કરવામાં આવેલ હતી બેંક ધ્વારા જે.એલ.જી,એસ.એચ.જી ગ્રુપ અર્થે લાભાર્થીઓને ધિરાણ ચેક તથા અકસ્માત વીમા અન્વયે ત્રણ મૃત ખેડૂતોના વારસદારોને પણ ચેક અર્પણ કરવામાં આવ્યા હતા તદઉપરાંત ડિજિટલ ભારતના સ્વપ્નને સાકાર કરવાના બેંકના પ્રયાસના ભાગ રૂપે પાંચ માઈક્રો એ.ટી.એમ પણ બેંક મિત્રને આપવા આવ્યા હતા આ પ્રસંગે બેંકના ઉચ્ચ અધિકારીગણ, ખેડૂતો,લાભાર્થીઓ વગેરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ સુંદર આયોજન બદલ બેંકના નિયામક મંડળને નાબાર્ડના ચીફ જનરલ મેનેજરએ અભિનંદન આપી “સહકાર થી સમૃદ્ધિ” અન્વયે બેંક ધ્વારા કરવામાં આવેલ વિવિધ સકારાત્મક પ્રયત્નોને પણ બિરદાવવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!