
વાત્સલ્યમ સમાચાર
ડાંગ
ડાંગ જિલ્લા કલેકટર દ્વારા આવેદનપત્રનો નિકાલ ન કરાતા ડાંગ કૉંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરની બદલીની માંગ કરી..સાપુતારા 01-07-2024 ડાંગ જિલ્લાનાં વઘઈ APMC ખાતે ડાંગ જિલ્લા ભાજપના નેતાઓ દ્વારા મિટિંગ યોજવામાં આવી હતી.જોકે APMC એ જાહેર મિલ્કત હોવાથી ભાજપનાં નેતાઓ આ રીતે મિટિંગ ન કરી શકે.જેને લઇને ડાંગ કૉંગ્રેસ આગેવાન મનીષ મારકણા એ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ.જોકે આજદિન સુધી તેનો યોગ્ય જવાબ આપવામાં આવેલ નથી.ત્યારે કલેકટર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી ન હોય તેવું ફલિત થઈ રહ્યું છે.તેથી ડાંગ જિલ્લા કલેકટર ની બદલી કરવામાં આવે તેવી માંગ સાથે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.ડાંગ જિલ્લામાં ગત તા. 19/12/2023 અને 20/12/2023 ના રોજ વઘઈ ખાતે ભારતીય જનતા પાર્ટી ડાંગ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતુ.જેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જોવા મળ્યા હતા. રાજેશભાઈ દેસાઈ કે જે ડાંગ જીલ્લાના ભાજપાનાં સંગઠન પ્રભારી છે એમના દ્વારા ડાંગ ના ગ્રુપમાં ફોટો વાયરલ કરવામાં આવ્યા હતા. ફોટોમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે,આ મિટિંગ વઘઈ APMC ખાતે યોજવામાં આવી હતી.જોકે તે સરકારી સંપત્તિ છે.ત્યારે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભાજપનું કાર્યાલય હોઈ એવી રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવી રહ્યું છે.આ પ્રકારે ભાજપ દ્વારા અનેક વખત મીટીંગ યોજવામાં આવેલ છે.જેને લઇને તા.22/12/2023નાં રોજ કૉંગ્રેસનાં આગેવાન દ્વારા આવેદન પાઠવવામાં આવ્યુ હતુ.જેમાં 15 દિવસમાં APMC ના ચેરમેન અને અધિકારી પર કાર્યવાહી કરવા આવેદન પત્ર આપ્યું હતું.જોકે ડાંગ જીલ્લા પ્રશાસન દ્વારા આજદિન સુધી કોઈ પણ પ્રકાર કાર્યવાહી કરવામાં નથી આવી.આ અંગે ડાંગ જિલ્લા કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસને આગળ કરી દેવામાં આવ્યા હતા. અને જાગૃત નાગરિક નો અવાજ દબાવવા માટે વારંવાર પોલીસને આગળ કરી કોંગ્રેસ ના આગેવાનોને ડિટેન પણ કરવામાં આવે છે. ત્યારે આવેદનપત્રનો યોગ્ય નિકાલ ન કરીને ડાંગ જીલ્લા કલેક્ટર અરજદારોને હેરાન કરી રહ્યા હોય તેવા આક્ષેપો ડાંગ જિલ્લા કૉંગ્રેસનાં આગેવાન મનીષ મારકણા દ્વારા કરવામાં આવ્યા હતા.તેમજ ડાંગ જિલ્લા કલેક્ટરની બદલી કરવામાં આવે તેવી માંગ સાથે મનીષ મારકણા એ રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર મોકલતા ખળભળાટ મચી જવા પામ્યો છે..



