AHAVADANGGUJARAT

શામગહાન ખાતે વરલી મટકાનો વિડીયો વાયરલ થતા સાપુતારા પોલીસની ટીમે જુગાર રમાડતા શખ્સની ધરપકડ કરી.

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

પ્રવાસન ધામ સાપુતારા અને તેની આસપાસનાં તળેટીય વિસ્તારોમાં ગુનાખોરી ડામવા માટે ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસની ટીમ સતર્ક બની છે.તાજેતરમાં સોશિયલ મીડિયા પર વરલી મટકાનો જુગાર રમાતો હોય તેવો એક વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.પી.ડી.ગોંડલિયાનાં ધ્યાને આવતા જ સાપુતારા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી જુગાર રમાડનાર ઇસમને ઝડપી પાડ્યો છે.છેલ્લા થોડા સમયથી આ વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાતો હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો.આ વિડીયોમાં કેટલાક ઇસમો નસીબ અજમાવવાના બહાને જુગાર રમતા નજરે પડતા હતા.જેને પગલે સાપુતારા પોલીસ હરકતમાં આવી હતી.વાયરલ વિડીયોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરી સાપુતારા પોલીસે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી જુગાર રમાડનાર મુખ્ય સૂત્રધારને શોધી કાઢ્યો હતો.સાપુતારા પોલીસે રેડ પાડીને આરોપી કરણભાઇ રાજુભાઇ ચૌધરી( ઉંમર: ૨૭ વર્ષ,રહે. શામગહાન, તા. આહવા, જી. ડાંગ) ની અટક કરી છે.સાપુતારા પોલીસ મથકનાં હે.કો. શક્તિસિંહ સરવૈયાએ આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!