GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર ટીબી હોસ્પીટલ નજીક ના શોપીંગ સેન્ટર આગળ રેલ્વે અંડરબ્રીજ ની દીવાલ ઊભી થતાં દુકાનદારો એ પૂર્વ કેન્દ્રીય મંત્રી ને રજૂઆત કરી

વિજાપુર ટીબી હોસ્પીટલ નજીક ના શોપીંગ સેન્ટર આગળ રેલ્વે અંડરબ્રીજ ની દીવાલ ઊભી થતાં દુકાનદારો એ પૂર્વ કેન્દ્રીય મંત્રી ને રજૂઆત કરી રેલ્વે અધિકારી એન્જિનિયર કોન્ટ્રાકટર ની સાથેની બેઠક મા દીવાલ ઊંચાઈ બાબતે કોઈ રસ્તો કાઢવા ની ખાત્રી અપાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ટીબી હોસ્પીટલ નજીક હાલમાં રેલ્વે નુ અંડરબ્રીજ નુ કામગીરી જોર શોર થી ચાલી રહી છે જેમાં બની રહેલ અંડર બ્રિજ ની દીવાલ ઊંચી જતા ટીબી વિસ્તાર માં આવેલ સોસાયટી તેમજ આસપાસ આવેલ શોપીંગ સેન્ટર ની દુકાનો ઢંકાઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તેને લઈ દુકાનદારો સોસાયટી વિસ્તાર ના રહીશો વયોવૃદ્ધ પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો એ કે પટેલ ના રહેઠાણ જઈ ને રજૂઆત કરી હતી રેલવે ની અંડર બ્રિજ ની દીવાલ ઊંચી આવતા દુકાનો ઢંકાઈ જાય તેમજ વેપાર વાણિજ્ય ને પણ ભવિષ્ય ને લઇને તકલીફ ઊભી થાય તેવી પરિસ્થિતિ છે. જે બાબતે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો એકે પટેલે રેલ્વે ની અંડર બ્રિજ ની કામગીરી કરતા ઉચ્ચ અધિકારી તેમજ એન્જિનિયર ને બોલાવી દુકાનદારો તેમજ સોસાયટી ના રહીશો સાથે બેઠક કરી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો એકે પટેલે રેલ્વે સિનિયર સેક્શન એન્જિનિયર અજીત કુમાર અને કોન્ટ્રાકટર ડી ટી પટેલ ને સોસાયટી ના રહીશો અને દુકાનદારો ને વેપાર ધંધા મા કોઈ પરેશાની ઊભી નથાય તેમજ અવર જવર માટે કોઈ રસ્તો કાઢી આપવા જણાવ્યું હતુ જેનો સંતોષકારક ઉકેલ લાવવા માટે અધિકારી તેમજ એન્જિનિયર તેમજ કોન્ટ્રાકટર ને બોલાવી ને જણાવ્યું હતું.જોકે હાલમાં ઉચ્ચ અધિકારીઓ એ રસ્તો કાઢવા ની ખાત્રી તો અપાઈ છે પરંતુ બની રહેલ અંડર બ્રિજ ની આ દીવાલ ને લઈ ને વેપારીઓ સોસાયટી ના રહીશો ચિંતા મા મૂકાયા છે

Back to top button
error: Content is protected !!