
વાગરામાં આવેલી બેંક ઓફ બરોડામાં રવિવારના અચાનક ઈમરજન્સી એલાર્મ વાગવા લાગતા સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ બાબતે વાગરા પોલીસને જાણ થતાં બેંક કર્મીઓ સાથે બેંક ખોલી તપાસ કરતા કોઈ ક્ષતિના કારણે એલાર્મ વાગ્યું હોય લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વાગરા નગરમાં બેંક ઓફ બરોડા આવેલી છે. શનિવારે અને રવિવારની બે દિવસની રજા હોય બેંક કર્મીઓ શુક્રવારના બેંક બંધ કરીને ગયા હતાં. ત્યારે આજે રવિવારના રોજ સવારે લગભગ 9 વાગ્યાના અરસામાં અચાનક બેંકમાં રહેલી ઈમરજન્સી એલાર્મ અચાનક રણકી ઉઠતાં આસપાસના સ્થાનિકો અને ત્યાંથી પસાર થતાં લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું.જેથી સ્થાનિકોએ આ બાબતે વાગરા પોલીસ મથકમાં જાણ કરતાં તાત્કાલિક પોલીસ સ્ટાફ પણ દોડી આવ્યો હતો.
આ અંગે પોલીસે બેંક ઓફ બરોડાના કર્મીઓને જાણ કરતાં તેઓ પણ બેંક પર દોડી આવી પોલીસની હાજરીમાં બેંક ખોલીને જોતા કોઈ ટેકનીકલ ખામીના કારણે ઇમરજન્સી એલાર્મ રણકી ઉઠ્યું હોવાનું જાણવા મળ્યું હતું.જોકે કોઈ ઘટના નહિ બની હોય બેંક કર્મીઓ સહિત સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સમીર પટેલ, ભરુચ




