બાળ ગોપાલ બચત બેંકના સંસ્થાપક અશ્વિન પટેલ બન્યાં ઈડર કોલેજના પ્રમુખ…

સાબરકાંઠા….
બાળ ગોપાલ બચત બેંકના સંસ્થાપક અશ્વિન પટેલ બન્યાં ઈડર કોલેજના પ્રમુખ…
તાજેતરમાં ઈડર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કારોબારી સમિતિની ચૂંટણી યોજાઈ હતી…
તાજેતરમાં ઈડર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કારોબારી સભ્યો માટે 28 જેટલા સભાસદ સભ્યોએ કારોબારી સમિતી ચૂંટણી માં ઉમેદવારી નોંધાવી હતી. 368 સભાસદોએ 21 કારોબારી સભ્યો ની પસદંગી માટે બેલેટ પેપર થકી પોતાનો મતનો ઉપયોગ કર્યો હતો. કોલેજમાં કુલ 368 સભાસદો માંથી 291 સભાસદો એ 21 કારોબારી સભ્યો માટે મતદાન કર્યું હતું. જેમાં 28 ઉમેદવારો વરચે યોજાયેલી કારોબારી સમિતિની ચૂંટણી માં 21 ઉમેદવારો વિજયી બન્યા હતા. જ્યારે સોમવારના રોજ પ્રથમ કારોબારી સમિતિની સામાન્ય સભામાં પ્રમૂખ તરીકે અશ્વિનભાઈ પટેલ ની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. જ્યારે ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, સહિતના હોદ્દાઓ પર આવનાર પાંચ વર્ષ માટે કારોબારી સમિતિ માંથી સભ્યોની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે આવનાર પાંચ વર્ષ માટે ઈડર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે બાળ ગોપાલ બચત બેંકના સંસ્થાપક અશ્વિનભાઈ પટેલને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવતા સમગ્ર ઈડર શહેર સહિત જિલ્લામાં ખુશી વ્યાપી છે. જ્યારે અશ્વિનભાઈ પટેલને પ્રમુખ પદ તરીકેની જવાબદારી મળતા રાજકીય આગેવાનો સહિત સામાજિક આગેવાનો દ્વારા પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે…
જયંતિ પરમાર સાબરકાંઠા




