GUJARATMEHSANAVIJAPUR

વડનગર આવેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના સર્જક અસિત ભાઈ મોદીએ વોટ આપવા અનુરોધ કર્યો

વડનગર આવેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના સર્જક અસિત ભાઈ મોદીએ વોટ આપવા અનુરોધ કર્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
“આળસ કરશો નહીં થોડો તડકો સહન કરજો પણ મતદાન જરૂર કરજો “…આ શબ્દો છે વડનગરના વતની અને “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના પ્રોડ્યુસર નિર્દેશક શ્રી અસિતભાઈ મોદીના …….”તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના નિર્માતા નિર્દેશક અને સર્જકશ્રી અસિત ભાઈ મોદીએ તાજેતરમાં પોતાના વતન વડનગરની મુલાકાત લીધી હતી તે દરમિયાન તેમણે સૌને મતદાન અવશ્ય કરશો એવો અનુરોધ કર્યો હતો…… તેમણે ભાવપૂર્વક જણાવ્યું હતું કે,” થોડો તડકો જરૂર સહન કરજો પણ મતદાન જરૂર કરજો. આપણા માટે લોકશાહીનો પર્વ લોકશાહીનો ઉત્સવ છે.હું પણ વડનગરનો છું એટલે સૌને અપીલ કરું છું સાતમી મે વહેલા જઈને મતદાન કરીએ પછી ચા નાસ્તો કરીએ. મત આપશો તો જ દેશનો વિકાસ થશે અને આપણે સમૃદ્ધિના માર્ગે જઈશું….. ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યની જેમ મહેસાણા જિલ્લામાં પણ લોકસભા સામાન્ય ચૂંટણી સાતમી મે 2024 ના રોજ યોજાનાર છે.. તેના માટે જિલ્લામાં વધારેમાં વધારે મતદાન થાય એ માટે વિવિધ પ્રચાર માધ્યમો અને સમાજના પ્રતિષ્ઠિત લોકો દ્વારા મતદાતાઓને અવશ્ય મતદાન કરવા માટેના પ્રેરક સંદેશાઓ અને વિચારો રજૂ કરાવવા માટે જિલ્લા વહીવટી અને ચૂંટણી તંત્ર દ્વારા રશિયા પ્રયાસો થઈ રહ્યા છે જે પૈકી હાલ વડનગર શહેરમાં આવેલા પ્રસિદ્ધ લોકપ્રિય સીરીયલ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ” ના સર્જક અસિત ભાઈ મોદીએ પણ પોતાના વતન વડનગર અને મહેસાણા જિલ્લાવાસીઓ સહિત સમગ્ર રાજ્યના લોકોને આળસ ના કરવા તેમજ તડકો હોય તો પણ…. વહેલી સવારે મતદાન કરવા જવા માટેનો આગ્રહ ભર્યો અનુરોધ કર્યો હતો એમ વડનગરના મામલતદાર શ્રી એ જણાવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!