ભરૂચ તાલુકાના હિંગલોટ ગામના રહીશ સુહેલ યુનુસ મુન્શીની આરટીઆઈ અરજીને પગલે માહિતી ન આપતા તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોરને ગુજરાત માહિતી આયોગે ₹5000 નો દંડ ફટકાર્યો છે.
તાલુકા વિકાસ અધિકારી, નરેશ લાડુમોર
અરજદાર, સુહેલ મુનશી
સમીર પટેલ, ભરૂચ
વિગતમાં જણાવ્યા અનુસાર, હિંગલોટ ગામના વર્ષ 2024માં સુહેલ મુન્શીએ ગામમાં ચાલી રહેલા વિકાસ કાર્યો સંબંધિત માહિતી આરટીઆઈ હેઠળ માંગેલી હતી. પરંતુ ટીડીઓ નરેશ લાડુમોર દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો.જેથી ફરિયાદીએ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ અપીલ દાખલ કરી હતી,જેના પગલે જિલ્લા વિકાસ અધિકારીએ ટીડીઓને 7 દિવસમાં માહિતી આપવાની સૂચના આપવામાં આવી હતી.
તેમ છતાં લગભગ 10 મહિના વીતી જતાં પણ માહિતી ઉપલબ્ધ ન કરાતા, ફરિયાદીએ ગાંધીનગર ખાતે માહિતી આયોગમાં બીજી અપીલ કરવામાં આવી હતી.આ અપીલની સુનાવણી બાદ માહિતી આયોગે ટીડીઓ નરેશ લાડુમોર પર ₹5000 નો દંડ ફટકાર્યો છે.
જોકે અત્રે ઉલ્લેખનીય છે કે,અગાઉ નરેશ લાડુમોર આમોદ ટીડીઓ તરીકે ફરજ બજાવતા હોઈ ત્યારે પણ માહિતી ન આપવાના મુદ્દે તેમને ₹5000નો દંડ ફટકારાયો હતો. સતત આરટીઆઈનું ઉલ્લંઘન થતા, હાલ સરકારી તંત્રમાં આ ઘટનાએ ચર્ચા જગાવી છે.