દહેજ ની બલરામ હોટલ પાસેથી કેમિકલ ટેન્કરોમાંથી થતી ચોરીનો પર્દાફાશ કરી દહેજ પોલીસે ટેન્કરો , બોલેરો સહિત રૂ.સાડા ત્રણ કરોડ થી વધુના મુદ્દામાલ સાથે ચાર ની અટકાયત કરી છે.



સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ મથક નો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન બાતમી મળેલ કે, દહેજ ગામ નજીક આવેલ બલરામ હોટલ પાસે રોડ ઉપર સાતેક જેટલા ટેન્કરો તથા એક બોલેરો પીક-અપ ગાડી પડેલ છે, જે જગ્યાએ કેટલાક ઇસમો કાંઈક ગેર કાયદેસર પ્રવૃતી કરતા હોય એવુ લાગે છે. મળેલ બાતમીના આધારે પોલીસ કાફલો ત્યાં ધસી ગયો હતો જેના પગલે દોડધામ મચી ગઇ હતી. જેમાં ચાર ઇસમોને પોલીસે પકડી પાડેલ. જે ઇસમોને સાથે રાખી કેમીકલ ટેન્કરોની બાજુમાં જોતા જેઓ કેમીકલના ટેન્કરોના વાલ્વ બોક્ષ ખોલી સદર વાલ્વમાં પ્લાસ્ટિકની પાઈપ તથા પ્લાસ્ટિકની ગરણી લગાવી પ્લાસ્ટિકના કેરબામાં સ્ટેરીન કેમીકલની ચોરી જોખમી રીતે કરી રહ્યા હોવાનું જણાયું હતું.
વીઓ : આ સંદર્ભે દહેજ પોલીસે ટેન્કર ના ડ્રાઇવરો રમઝાનશા દિવાન રહે-ઇન્દોર તા-ઝઘડીયા, તોસીફશા દિવાન, રહે- વલણ, તા-કરજણ, ભેરારામ ચૌધરી, રહે-ગામ ડુંગરી, જી-ઝાલોર , રાજસ્થાન તેમજ મબાબુલાલ ચૌધરી, રહે-બાડમેર રાજસ્થાન ની કેમિકલો તેમજ સાત ટેન્કરો, એક બોલેરો ગાડી અને મોબાઈલો મળી કુલ રકુલ રૂપિયા 3,56,38,047 ના મુદ્દામાલ સાથે અટકાયત કરી કબ્જે કરી સમીર ઉર્ફે સતારશા મલંગશા દિવાન રહે-પાલેજ તા-જી-ભરૂચ તેમજ
ભાગી ગયેલ ટેન્કરોના ડ્રાયવરો તથા અન્યો ને વોન્ટેડ જાહેર કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.



