કાંકરેજ ધારાસભ્યના હસ્તે કાશીપુરા થી ઈસરવા પાસે નર્મદા મેઈન કેનાલ સુધી ડામરરોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

કાંકરેજ તાલુકાનાના કાશીપુરા ગામને ઈસરવા પાસે નર્મદા મેઈન કેનાલ સુધી પાકા રોડથી જોડવા માટે ગ્રામજનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી.ગામલોકો ની માંગણી તેમજ આજુબાજુના ગામલોકોને દીઓદર જવા માટે વધારાના કી.મિ.ફરીને જવુ પડતું હતું.આ તમામ રજુઆતોને ધ્યાને લઈને કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા રોડને મંજૂરી અપાવામાં આવી હતી. ત્યારે આજરોજ તા.૩૧/૦૭/૨૦૨૫ ને ગુરૂવારના રોજ સવારે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોરના વરદ હસ્તે આગામી સમયમાં એક કરોડ સાઈઠલાખના ખર્ચે તૈયાર થનાર ડામર રોડના કામનું ખાતમુહૂર્ત ગામના સરપંચ ઈશ્વરજી ઠાકોર,ભેમદાસ ભગત, પૂર્વસરપંચ બળવંતજી, સામાજિક અગ્રણી દશરથજી ઠાકોર સહીત ગામલોકોની ઉપસ્થિતિમા ભૂદેવના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત કરવામાં હતું.તેમ બ.કાં.જિલ્લા શિક્ષક સંઘના ઉપપ્રમુખ દશરથજી ઠાકોરે જણાવ્યું હતું. આ પ્રસંગે ગામના લોકો આનંદ વિભોર બન્યા હતા અને ધારા સભ્યનું ઉત્સાહભેર ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ગ્રામજનો સહીત આજુ બાજુના ગ્રામજનો હાજર રહ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530