GUJARATRAJKOT

Rajkot: રાષ્ટ્રીય વયો શ્રી યોજના અંતર્ગત તા.૧૧ થી ૨૦ જૂન દરમિયાન રાજકોટ જિલ્લાના વિવિધ સ્થળોએ એસેસમેન્ટ કેમ્પ યોજાશે

તા.૧૦/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ જિલ્લા ખાતે ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનો માટે વોકિંગ સ્ટિક, કાંખ ઘોડી, ટ્રાઇપોડ, વોકર, હિયરિંગ એઈડ મશીન વગેરે પ્રકારના સાધનોના લાભથી એક પણ વરિષ્ઠ નાગરિક વંચિત ન રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષા તથા શહેર કક્ષાએ એસેસમેન્ટ કેમ્પ યોજાઈ રહ્યા છે.

આગામી તા.૧૧ જૂનના રોજ સી.એચ.સી.કોટડા સાંગાણી, તા.૧૨ જૂનના રોજ સરકારી હોસ્પિટલ જસદણ, તા.૧૩ જૂન સી.એચ.સી. વિંછીયા, તા.૧૬ જુન સી.એચ.સી. લોધિકા, તા. ૧૭ જૂન સી.એચ.સી. પડધરી, તા. ૧૮ જૂન સી.એચ.સી. કુવાડવા (રાજકોટ ગ્રામ્ય)તેમજ તા.૧૯ અને ૨૦ જૂનના રોજ રાજકોટ શહેર ખાતે સવારે ૯:૦૦ થી ૫:૦૦ વાગ્યા દરમિયાન એસેસમેન્ટ કેમ્પ યોજાશે. આ કેમ્પનો લાભ લેવા તમામ વરિષ્ઠ નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!