VALSADVALSAD CITY / TALUKO

સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ-વલસાડની પ્રથમ યુનિટી કપ ક્રિકેટ ટૂર્ના.માં કેદાર ઈલેવન વિજેતા

બ્રહ્મ સમાજની ૪ ટીમ મહાદેવ ઈલેવન, શ્રીરામ ઈલેવન, કેદાર ઈલેવન અને રૂદ્ર ઈલેવને ભાગ લીધો હતો

વલસાડ: તા. ૨૭ ફેબ્રુઆરી

વલસાડ સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજના નેજા હેઠળ યુવા પાંખ દ્વારા પ્રથમવાર વલસાડ ખાતે ક્રિકેટ ટૂર્નામેન્ટ રવિવારે યોજાઈ હતી. સમાજના યુવાનોમાં પરસ્પર પ્રેમ ભાવના, સહકારની સાથે એકતા જળવાઈ રહે તેવા શુભ આશયથી યુનિટી કપ-૨૦૨૪નું આયોજન અબ્રામા ખાતે મારૂતિ વિદ્યાપીઠ નજીક ખૂલ્લા વિશાળ પ્લોટમાં કરાયું હતું.

બ્રહ્મ સમાજની ૪ ટીમ મહાદેવ ઈલેવન, શ્રીરામ ઈલેવન, કેદાર ઈલેવન અને રૂદ્ર ઈલેવને ભાગ લીધો હતો. ૭-૭ ઓવરની આ ટૂર્નામેન્ટમાં ફાઈનલ જંગ કેદાર અને રૂદ્ર ઈલેવન વચ્ચે રમાયો હતો. જેમાં કેદાર ઈલેવન રૂદ્ર ઈલેવનને હરાવી ચેમ્પિયન બની હતી. મેચની પૂર્ણાહુતિ બાદ ટૂર્નામેન્ટની વિજેતા ટીમ કેદાર ઈલેવન અને રનર્સ અપ ટીમ રૂદ્ર ઈલવેનને ઉપપ્રમુખ હિતેષ મહેતા તેમજ ઉપસ્થિત સમાજના મહાનુભાવોના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરાઈ હતી. ઉપરાંત મેચમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પણ ટ્રોફી આપી સન્માન કરાયું હતું. પ્રથમવાર યોજાયેલી આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બ્રહ્મ સમાજના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લઈ ટૂર્નામેન્ટને સફળ બનાવતા તેમજ ઉત્સાહી દાતાઓનો સાથ સહકાર મળતા સંસ્થાના હોદ્દેદારોએ સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરી આગામી કાર્યક્રમોમાં પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ગુજરાતી બ્રહ્મ સમાજના પરિજનોને જણાવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!