મુળીના સરામાં ગેસ ગટર લાઈન અને ખાડાઓથી ગામજનો વાહનચાલકો પરેશાન.
હળવદ બસસ્ટેન્ડ આસપાસ વિસ્તારમાં ખાડારાજ
તા.30/06/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
હળવદ બસસ્ટેન્ડ આસપાસ વિસ્તારમાં ખાડારાજ
મુળી તાલુકાનાં સરાએ તાલુકાનું સૌથી મોટુ ગામ વસ્તીના ધોરણે છે અહીં સુપ્રસિધ્ધ મેલડી માતાજી નું ભવ્ય મંદિર થકી દેશ વિદેશમાં પ્રખ્યાતી ધરાવે છે સાથે દરરોજ અનેક દર્શાનાર્થીઓ આવતા હોય છે ત્યારે હળવદ બસસ્ટેન્ડથી મસમોટા ખાડાઓના કારણે અનેક વાહનો ફસાય જતા હોય છે વરસાદી પાણી ભરાવાના કારણે આ ઉંડા ખાડાઓ નજરે પણ ચડતા નથી ત્યારે અનેક રાહદારીઓ પણ ભોગ બને છે ત્યારે આ ખાડાઓ ગેસલાઈન કામ ના કારણે અને અનેક જગ્યાએ બ્લોક ઉખડી જતા આ મુશ્કેલી ઉભી થઈ છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા આ મોટામસ ખાડાઓ તાત્કાલિક ધોરણે પુરવા જોઈએ અને અકસ્માત થતા બચાવ થશે સરા ગામજનોએ જણાવ્યું હતું કે અનેક મહિનાઓથી આજ પરિસ્થિતિ રોડ રસ્તાની છે આ રસ્તા ઓથી ગામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પરંતુ ગ્રામ પંચાયત દ્વારા આ ખાડા બુરવાની કામગીરી કોઈ કરવામાં આવી નથી આ બાબતે યોગ્ય કામગીરી નહીં હાથ ધરવામાં આવે તો મોટી દુર્ઘટના પણ સર્જાય શકે ની દહેશત વ્યકત કરી હતી.