
ફૈઝ ખત્રી..શિનોર
શિનોર તાલુકાના સાધલી ગામ ખાતે આવેલી ભારત વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ પાસે કચરો વરાવતા હોવાના દ્રશ્યો સામે આવતા વાલીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. શાળા જેવી સંસ્થા, જ્યાં વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને શિસ્તના પાઠ ભણાવવામાં આવે છે, ત્યાં જ સ્વચ્છતાના અભાવ અંગે ઉઠેલા પ્રશ્નોએ વાલીઓમાં અસંતોષ ફેલાવ્યો છે.
મળતી માહિતી મુજબ, કેટલાક વિદ્યાર્થીઓ શાળા પરિસરમાં કચરો વારતા જોવા મળ્યા હતા. આ ઘટનાના ફોટા/વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શાળા એ મોકલતા વાલીઓમાં ચર્ચા શરૂ થઈ છે. વાલીઓનું કહેવું છે કે શાળામાં નિયમિત સફાઈ અને યોગ્ય કચરા વ્યવસ્થાપન માટે વ્યવસ્થા કરવામાં આવે જેથી વિધાર્થીઓ પાસે કચરો વરાવવા કે અન્ય કામ કરાવવાની નોબત ન આવે .
શાળા સંચાલન તરફથી પ્રાથમિક સ્પષ્ટતા આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે પ્રવૃત્તિ યોજાઈ હતી. તેમ છતાં, ઘટનાની હકીકત જાણવા અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે વાલીઓ માં તપાસ કરવાની માંગ ઉઠી રહી છે.
સ્થાનિક તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા ઘટનાની નોંધ લઈને જરૂરી પગલાં લેવામાં આવશે તેવી વાલીઓ દ્વારા અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.




