વિજાપુર તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી ની અધ્યક્ષતા તલાટી મંડળ ની વિકાસ ના કામો અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી સપના બેન રાજપુત ના અધ્યક્ષતા મા તલાટી કમ મંત્રી ની વિકાસના કામોની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં ગ્રામપંચાયત મા નાણાંપંચ ની વાપરવા મા આવેલી ગ્રાન્ટ તેમજ ગ્રામપંચાયત મા આવેલ વિવિધ વિકાસ ના કામો ની અરજીઓ તેમજ ગ્રામ પંચાયત હસ્તક ની જમીનોમા કરેલ દબાણો સહિત પડતર પ્રશ્નો અંગે ની સમીક્ષા કરવા મા આવી હતી. નાણાંપંચ ની વપરાશ કરેલ વર્ષ ૨૦૨૦-૨૧,૨૦૨૧-૨૨,૨૦૨૩,૨૪ ની ગ્રાન્ટ અંગે તેમજ અન્ય પડતર પ્રશ્નો કામો નો તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રીપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં તાલુકા ના તલાટી કમ મંત્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ્ય વિસ્તારો ના વિકાસ ના કામો ઝડપી કરવા તેમજ પડતર પ્રશ્નો અને સત્વરે નિકાલ લાવવા માટે વિકાસ અધિકારી સૂચનાઓ આપી હતી.