
તા.૦૯.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ સબ જેલ ખાતે ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન પર્વની ઉત્સાહ ભેર ઉજવણી કરાઈ
દાહોદ સબ જેલ ડોકી ખાતે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન ના દિવસે ભાઈ ને બહેન દ્વારા બાંધવામાં આવતી રાખડીથી ભાઈ વંચિત ન રહી જાય એવા આસ્ય સાથે રક્ષાબંધનના દિવસે સબ જેલના જેલર એમ.એલ.ગમારા દ્વારા દાહોદ સબ જેલ ડોકી ખાતે ખુબજ સરસ કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં કેદીઓના પરિવારથી સંપર્ક કરી આજના દિવસે એટલે રક્ષા બંધનના દિવસે સબ જેલ ડોકી ખાતે બહેનોને બોલવી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી.જયારે બહેન પોતાના ભાઈને રાખડી બાંઘી રહી હતી ત્યારે ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા.સાથે જેલર દ્વારા ભાઈઓના હાથોથી બહેનોને વૃક્ષ આપી તે વૃક્ષનું જતન કરવા અને ભાઈઓની આયુ લાંબી થાય એવી પ્રાથના કરવા સલાહં સૂચનો અપાય હતી .ત્યારે દાહોદ સબ જેલના જેલર દ્વારા સબ જેલ ડોકી બહેનોના હાથો થી ભાઈઓને રાખી બંધાવી આવા સુંદર કાર્યક્રમ કરવા બદલ પરિવારો એ ખુબ ખુબ આભર માન્યો હતો





