DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદના જુની નગર પાલિકા ચોક ખાતે કોંગ્રેસના હોદ્દેદારો રખડતા જાનવરોને પાંજરે પુરાવવાની જીદ લઈને અનિશ્ચિત કાળ સુધીના ધરણા પર બેઠા

તા.૧૦.૦૩.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના જુની નગર પાલિકા ચોક ખાતે કોંગ્રેસના હોદ્દેદારો રખડતા જાનવરોને પાંજરે પુરાવવાની જીદ લઈને અનિશ્ચિત કાળ સુધીના ધરણા પર બેઠા

દાહોદ શહેર હવે સ્માર્ટ સિટી બનવાની રાહ પર છે કે પછી ‘રખડતા પશુઓનો અડ્ડો બની ગયો છે? આ સવાલ આજે દાહોદની જનતા પૂછી રહી છે. વારંવાર રખડતા ઢોર, હડકાયા કૂતરા અને આખલાઓના જીવલેણ યુદ્ધમાં નિર્દોષ નાગરિકો ઘાયલ થઈ રહ્યા છે, અને કેટલાકે તો પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે ઊંઘતી નગરપાલિકાને જગાડવા માટે હવે વિપક્ષે મોરચો સંભાળ્યો છે.દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જૂની નગરપાલિકા ચોક ખાતે આક્રમક ધરણા પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને અન્ય હોદ્દેદારોએ પાલિકાના વહીવટ સામે આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે જ્યાં સુધી દાહોદના રસ્તાઓ પરથી આ જીવલેણ આતંક દૂર નહીં થાય, ત્યાં સુધી તેઓ ધરણા પરથી ઉઠશે નહીં.”​ મુખ્ય મુદ્દાઓ જે ધરણામાં ઉઠાવવામાં આવ્યા:​નિર્દોષોના મોત: રખડતા ઢોરના કારણે થતા અકસ્માતોમાં નાગરિકોના મોતના જવાબદાર કોણ? શું પાલિકા તંત્ર માત્ર કાગળ પર કામ કરે છે? કેમ હજુ સુધી કોઈ નક્કર નિકાલ નથી આવ્યો? સ્ટ્રીટ લાઈટની ખરાબ હાલત, સફાઈના નામે થતા ધાંધિયા અને ગૌ-શાળાના ફંડમાં થતા કથિત ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાની નેમ.જ્યાં સુધી દાહોદની જનતા સુરક્ષિત નહીં થાય, ત્યાં સુધી અમારું આ આંદોલન અટકશે નહીં. પાલિકા સત્તાધીશો ભ્રષ્ટાચારમાં મસ્ત છે અને જનતા અકસ્માતોમાં ત્રસ્ત છે. આ અનિશ્ચિતકાળના ધરણા છે – હવે કાં તો વ્યવસ્થા સુધરશે, કાં તો આ લડત વધુ ઉગ્ર બનશે!”​ દાહોદની જનતાનો હુંકાર: રખડતા ઢોરનો ત્રાસ હટાવો, જનતાનો જીવ બચાવો! નગરપાલિકાની આળશ હવે નહીં ચલાવી લેવાય – કોંગ્રેસ મેદાને

Back to top button
error: Content is protected !!