AHAVADANGGUJARAT

ડોન ગામ ખાતે સસ્તા અનાજનાં દુકાન સંચાલક દ્વારા કાર્ડ ધારકો સાથે અત્યાચાર કરવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ડોન ગામમાં આવેલ વિ. ખે. મો. સ. મં. લિ. દ્વારા ચાલતી સસ્તા અનાજના દુકાન સંચાલક મોહન સોમાભાઈ પવાર દ્વારા રેશનકાર્ડ ધારકો સાથે અત્યાચાર કરવામાં આવી રહ્યો હોય અને વિના મૂલ્ય મળતી વસ્તુઓની  પણ કિંમત વસૂલવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ડાંગ જિલ્લા ભાજપા પાર્ટીનાં પૂર્વ પ્રમુખ રમેશભાઈ ચૌધરી દ્વારા જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી હતી.ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના ડોન ગામના રહેવાસી અને ગ્રાહક સુરક્ષા વિભાગનાં સભ્ય તથા ડાંગ ભાજપા સંગઠનનાં પૂર્વ પાર્ટી પ્રમુખ રમેશભાઈ બાળુંભાઈ ચૌધરી દ્વારા ડોન ગામમાં ચાલતી સસ્તા અનાજના દુકાન સંચાલક સામે કેટલાક આક્ષેપ કરવામાં આવ્યા છે. અને આક્ષેપ કરતી અરજી જિલ્લા કલેકટરને આપવામાં આવી હતી.અહી સંચાલક દ્વારા સસ્તા અનાજની દુકાન પર ઘઉં, ચોખા, બાજરી વગેરે વસ્તુઓ વિનામૂલ્યે મળતી હોય છે. ત્યારે આ વિના મૂલ્ય મળતી વસ્તુઓ આપીને રાશનકાર્ડ ધારક પાસેથી નાણાંની વસુલાત કરવામાં આવેલ છે. તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.ત્યારે ડોન ગામમાં સસ્તા અનાજ દુકાનના 400 થી વધુ કાર્ડ ધરાવતા પરિવાર રહે છે. એવામાં પાછળથી લાખો રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા હોય અને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.દર મહિને એડવાન્સમાં આપવા પાત્ર રાશનની કિંમતના પૈસા પ્રત્યેક કાર્ડ ધારકો પાસેથી ઉઘરાવવામાં આવે છે અને અનાજ ભરી અપૂરતું અનાજ વિતરણ કરવામાં આવે છે.કાર્ડ ધારકો સસ્તા અનાજના સંચાલકને રજૂઆત કરવા પહોંચે કે સવાલ પૂછે તો તેમના દ્વારા ધમકીઓ આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે,” હું આગળ અધિકારીઓને જાણ કરીને એડવાન્સમાં પૈસા ઉઘરાણી કરીને અનાજ ભરું છું અને તમે આગળ ફરિયાદ કરશો તો હું ગાંધીનગર સુધી પહોંચી વળુ તેમ છું અને ગાંધીનગર પૈસા આપી ઓર્ડર લઈને આવુ છુ. મારું કોઈ બગાડી નહીં લે ” આ પ્રકારે તેમના દ્વારા ધમકીઓ આપવામાં આવતી હોય છે અને કાર્ડ ધારકોને ડરાવવા માટે પ્રયત્ન કરવામાં આવતો હોય છે.ખાસ કિસ્સામાં ડોન ગામની સસ્તા અનાજની દુકાનની તપાસ કરી દુકાનો સંચાલક સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા ભાજપાનાં પૂર્વ પ્રમુખ રમેશભાઈ  બાળુંભાઈ ચૌધરી ઉર્ફ ડોને જિલ્લા કલેકટરને લેખિતમાં અરજી ફરિયાદ કરી હતી.ત્યારે વહીવટી તંત્ર કેવા પગલા ભરશે તે જોવુ જ રહ્યુ..

Back to top button
error: Content is protected !!