GUJARATJUNAGADHKESHOD

સરકારી ગર્લ્સ હાઇસ્કુલ કેશોદ ખાતે ભારત સરકાર નાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા  એક પેડ માઁ કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું

સરકારી ગર્લ્સ હાઇસ્કુલ કેશોદ ખાતે ભારત સરકાર નાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા  એક પેડ માઁ કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું

સરકારી ગર્લ્સ હાઇસ્કુલ કેશોદ ખાતે ભારત સરકાર નાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા  એક પેડ માઁ કે નામ અભિયાન હેઠળ ગુજરાત રાજ્ય ના વન અને પર્યાવરણ વિભાગની સૂચના થી શાળાના ઇકો ક્લબ ઇન્ચાર્જશ્રી ડી.પી.કરમટા નાં  અધ્યક્ષ સ્થાને અને આર.એફ.ઓ.ગુલાબબેન સુહાગિયાનાં માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં શાળાના તમામ શિક્ષકો તેમજ આર.એફ.ઓ.મેડમ અને તમામ વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી. આ તકે આર.એફ.ઓ. ગુલાબબેન સુહાગિયા મેડમ દ્વારા શાળાની વિદ્યાર્થીનીઓને વન સંરક્ષણ અને પર્યાવરણ ની જાણવણી અંગે યોગ્ય સમજ પૂરી પાડવામાં આવી હતી. ખાસ ઉલ્લેખનિય બાબત એ હતી કે શાળાના વહીવટી કર્મચારી મનીષાબેન નાં દિકરીના પ્રથમ જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તમામ છોડનું વિતરણ અને તેમના પરિવારની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ને સફળ બનાવવા વન વિભાગના કર્મચારીઓ અને શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી તેવું શાળાના ઇકો ક્લબ ઇન્ચાર્જ શ્રી ડી.પી. કરમટા ની યાદીમાં જણાવવા માં આવ્યું હતું.

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!