GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:તાજપુરા ખાતે બૂઘવારને દેવ દિવાળીના રોજ થનારા અન્નકૂટ દર્શનની તૈયારીઓને આખરી ઓપ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩.૧૧.૨૦૨૫

હાલોલ તાલુકાના પ્રસિદ્ધ નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરા ખાતે બૂઘવારને દેવ દિવાળી ના રોજ થનારા અન્નકૂટ દર્શન ની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.કારતકી પૂનમ ને દેવ દિવાળી ના રોજ પ્રસિદ્ધ નારાયણ ધામ તાજપુરા ખાતે ભવ્ય અન્નકૂટ દર્શન નો વિશેષ મહિમા હોય છે. જેમાં લાખો ની સંખ્યામાં ભક્તો અન્નકૂટ દર્શન નો લાહવો લેવા દેવ દિવાળીએ તાજપુરા ઉમટી પડે છે. દેવ દિવાળી એ શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટના ઉપક્રમે મંદિર ખાતે તેમજ બ્રહ્મલીન બાપુજીની ગુફા ખાતે છપ્પનભોગની મીઠાઈઓ તેમજ વિવિધ ફરસાણ તેમજ અન્ય પકવાન આમ કુલ મળી ૧૫૧, ઉપરાંત વાનગીઓ નો અન્નકૂટ ભગવાનને ધરાવવામાં આવશે જેનો ભક્તો દર્શનનો લ્હાવો લેશે હાલમાં તાજપુરા ખાતે આ મીઠાઈઓ અને ફરસાણ બનાવવાની કામગીરી છેલ્લા પાંચ દિવસથી પૂરજોશમાં ચાલી રહી છે.દેવ દિવાળી એ અન્નકૂટ દર્શન ભક્તો માટે સવારે ૬.૦૦ કલાક થી બપોરે ૧.૦૦ કલાક દરમ્યાન ખુલ્લા મૂકવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. આ દરમિયાન ૧૦ થી ૧૧ કલાકે પ્રાર્થના સભા પણ થશે મંદિર ખાતે અન્નકૂટ દર્શન માટે ૨૦૦૦, લીટર દૂધમાંથી ત્યાં જ બનાવવામાં આવેલ માવાની ૫૦૦, કિલો ૫૧ જાતની મીઠાઈ તેમજ વિવિધ ફરસાણ બનાવવાની કામગીરી છેલ્લા પાંચ દિવસથી પૂરજોશમાં ચાલી રહી છે. આ ઉપરાંત અન્નકૂટ માટે જરૂરી શાકભાજી, ડ્રાયફુટ, ફ્રુટ વગેરે લાવવામાં આવી રહ્યા છે.જ્યારે અન્નકૂટ દર્શન બાદ ભક્તો માટે મંદિરના (આમ્રકુંજ )આંબાવાડિયા ખાતે મહાપ્રસાદી માટે ૧૮૦૦ કિલો બુંદી તેમજ ૭૫૦ કિલો ગાઠીયા બનાવવાની કામગીરી કાર્યરત છે. આ ઉપરાંત મહાપ્રસાદી ના દિવસે ૧૦૦ થી ૧૨૫ મણ આશરે ચોખાનો ભાત ૪૦ મણ દાળ ૮૦ મણ શાક ૨૫ મણ ચણા મહાપ્રસાદ માટે બનાવવામાં આવનાર હોવાનું જેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Back to top button
error: Content is protected !!