કળયુગનો મામો કંસ ૧૬ વર્ષની ભાણીને ભગાડીને લઈ ગયો, દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવી

દિલ્હીના નોઈડાની સેક્ટર-39 પોલીસે કિશોરી પર બળાત્કાર કરવા અને તેને ગર્ભવતી કરાવવા બદલ તેના મામાની ધરપકડ કરી છે. આરોપીએ લગભગ એક મહિના પહેલા બાળકીનું અપહરણ કર્યું હતું. જ્યારે પોલીસે બાળકીને શોધી કાઢી અને તેની મેડિકલ તપાસ કરાવી તો જાણવા મળ્યું કે તે ગર્ભવતી છે. આ પછી, પોલીસે એફઆઈઆરમાં બળાત્કારની કલમ ઉમેરી અને આરોપીને ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દીધો.
ACP પ્રવીણ કુમાર સિંહે જણાવ્યું કે 30 જૂનના રોજ એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો હતો કે તેની 16 વર્ષની દીકરી ઘરેથી ગુમ છે. એક માહિતીના આધારે, કેસની તપાસ કરી રહેલી પોલીસે રવિવારે સેક્ટર-37 બસ સ્ટેન્ડ નજીકથી સગીરાને શોધી કાઢી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન યુવતીએ જણાવ્યું કે તેના મામા સૌરભે તેનું અપહરણ કર્યું હતું. ગુરુગ્રામનો રહેવાસી સૌરભ પીડિતાની માતાનો પિતરાઈ ભાઈ છે અને આ સંબંધ પરથી તે યુવતીનો મામા હોવાનું જણાય છે. મેડિકલ તપાસમાં યુવતી ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. સોમવારે પોલીસે સૌરભની ધરપકડ પણ કરી હતી.
નોઈડામાં મહિલા આર્કિટેક્ટના રેપ કેસની શાહી હજુ સુકાઈ નથી. 31 જુલાઈએ પીડિતા પર પાર્કમાં વરસતાં વરસાદમાં રેપ થયો હતો. મહિલા આર્કિટેક્ટની છેડતી કરનાર આરોપીની ધરપકડ કરાઈ છે. પીડિતાએ કહ્યું હતુ કે 11 જુલાઈની સાંજે, તે ઓફિસથી ઘરે જઈ રહી હતી ત્યારે ભારે વરસાદ શરૂ થયો હતો. ઘરની નજીક, સફેદ ચેકર્ડ શર્ટ પહેરેલો એક માણસ આગળ ચાલી રહ્યો હતો. ઘરે પહોંચ્યા પછી, સાંજે લગભગ 7.30 વાગ્યે, જ્યારે તે વરસાદમાં નહાવા માટે ઘરની નજીકના પાર્કમાં પહોંચી ત્યારે તે વ્યક્તિ પણ પાર્કની અંદર જ રોકાઈ ગયો. પીડિતા તેની આગળ જઈ રહી હતી અને વરસાદમાં ભીંજાઈને ઘર તરફ જઈ રહી હતી. રસ્તામાં આરોપીએ તેને પાછળથી ધક્કો માર્યો, જેના કારણે તે પડી ગઈ. આ પછી તેણે પીડિતાના કપડા ફાડી નાખ્યા અને બળજબરી કરી હતી જ્યારે બે છોકરીઓ પાર્કના ગેટ પર આવતી જોવા મળી, જેને જોઈને આરોપી ત્યાંથી ભાગી ગયો.



