GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:હળવદના ગુમ થયેલા ટ્રાન્સપોર્ટર યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો કોણે અને શા માટે કરી હત્યા

 

MORBI : હળવદના ગુમ થયેલા ટ્રાન્સપોર્ટર યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો કોણે અને શા માટે કરી હત્યા

 

 

Oplus_131072

મોરબીમાં રૂપિયા ૧૦ લાખની લેતીદેતી મામલે વેપારીનું કાસળ કાઢી નાખ્યા બાદ આરોપીએ પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનીકલ માધ્યમથી આરોપીના નાટકનો પર્દાફાશ કરી આરોપીને ઝડપી લીધો હતો અને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યાં હોવાની માહિતી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી એ આપી છે.આ બાબતે વાત કરીએ તો મોરબી નાં હાઇવે ઉપર ટીંબડી પાટિયા પાસે ટ્રાન્સપોર્ટ ઓફીસ ચલાવતા જીતેન્દ્રભાઈ કૈલા નામના યુવાન ગઇ તારીખ ૨૦-૬-૨૦૨૪ રોજ નાની વાવડી રોડ પર સતનામ કોમ્પ્લેક્ષમાં આવેલ જીતેન્દ્ર ગજીયાની ઓફિસે રૂપિયા ૧૦ લાખ લેવા ગયા હતા જ્યાંથી આરોપી જીતેન્દ્ર ગજીયાએ જીતેન્દ્ર કૈલાની પત્નીને વિડીયો કોલ કરી તારા પતિને રૂપિયા ૧૦ લાખ આપું છું કહીને ફોન કાપી નાખ્યો હતો. બાદમાં જીતેન્દ્ર કૈલાનો ફોન બંધ આવતો હતો જેથી પરિવારે ગુમસુદા અંગે પોલીસ મથકમાં નોંધ કરાવી હતી જેને પગલે એ ડીવીઝન પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં આરોપીની ઓફીસ આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટેકનીકલ માધ્યમથી તપાસ કરી હતી અને આરોપીની ઉલટ તપાસ કરતા હત્યા કરી મૃતદેહ માણેકવાડા પાસે ખેતર બાજુની જમીનમાં દાટી દીધાની કબુલાત આપી હતી જેથી પોલીસે મૃતદેહનો પત્તો મેળવી મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડ્યો છે.જે બનાવ મામલે પત્રકાર પરિષદમાં એસપીએ માહિતી આપતા જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજ ચેક કરતા મૃતક જેવા જ કપડા પહેરેલ કોઈ વ્યક્તિ બાઈક લઈને જતો જોવા મળ્યો હતો જેમાં આરોપી પોતે જ મૃતકના કપડા પહેરી તેનું બાઈક લઇ જતો હોવાનું ખુલ્યું હતું. મૃતક જીતેન્દ્ર કૈલા અને આરોપી જીતેન્દ્ર ગજીયા બંને મિત્ર હતા. અને જીતેન્દ્ર કૈલાએ હાથ ઉછીના ૧૦ લાખ જીતેન્દ્ર ગજીયાને આપ્યા હતા જે રકમની લેતીદેતી મામલે ઉધાર પરત ના આપવા પડે અથવા કોઈ બોલાચાલી થઇ હોય અને વેપારીની હત્યા કરી હોય તેવું હાલના તબક્કે જણાઈ રહ્યું છે આરોપીએ ગળું દબાવી હત્યા કર્યાની કબુલાત આપી છે જોકે ફોરેન્સિક પીએમ રીપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ કહી શકાશે હત્યા કરી મૃતદેહ બોક્સમાં પેક કરી પોતાની કારમાં લઇ જઈને માણેકવાડા પાસેના ખેતર પાસેની જગ્યામાં દાટી દીધો હતો. એસપી પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ હાલ હત્યાના સ્થળ વખતે બે વ્યક્તિની જ હાજરી ખુલી છે. હત્યા બાદ કોઈએ મદદ કરી હોય તેની તપાસ પોલીસ કરી રહી છે.

Oplus_131072

જેતપુરમાં ડોકટર પુત્રની હત્યાના આરોપીએ મોરબીમાં બીજી હત્યાને અંજામ આપ્યો

મોરબીમાં ટ્રાન્સપોર્ટ વેપારીની હત્યાના ગુનામાં ઝડપાયેલ આરોપી જીતેન્દ્ર ગજીયા જેતપુરમાં હત્યાના ગુનામાં સંડોવાયેલ હોય અને સજા પડી છે જે હાલ જામીન મુક્ત હોય અને મોરબી રહેતો હોવાનું ખુલ્યું છે તેમજ વર્ષ ૨૦૨૩ માં મની લોન્ડરિંગ એક્ટની ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી પોલીસ પાસેથી પ્રાપ્ત થઇ છે. પોલીસે હત્યા કરનાર આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતાં કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજુર થયા છે.

Back to top button
error: Content is protected !!