
વડનગર તાલુકાના કહીપુર ખાતે આચ્છાદન પદ્ધતિ અને જીવામૃત વિશે માર્ગદર્શન અપાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વડનગર તાલુકાના કહીપુર ખાતે આચ્છાદન પદ્ધતિ અને જીવામૃત વિશે માર્ગદર્શન અપાયું આજરોજ વડનગર તાલુકાના કહીપુર અને આનંદપુરા ગામે પ્રાકૃતિક ખેતી ક્લસ્ટર બેઝ તાલીમ હેઠળ સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોને જીવામૃત તેમજ આચ્છાદન પદ્ધતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ફાર્મર માસ્ટર ટ્રેનર પટેલ સુરેખાબેન તેમજ ગ્રામ સેવક ભરતભાઈ રાજપૂત દ્વારા ખેડૂતોને પશુપાલકોને પ્રાકૃતિક ખેતી અભિયાન અંતર્ગત આ માહિતી પૂરી પાડવામાં આવી હતી. ફાર્મર માસ્ટર ટ્રેનર પટેલ સુરેખાબેન જણાવે છે એમ આ પ્રાકૃતિક ખેતી ક્લસ્ટર બેઝ તાલીમનો બીજો રાઉન્ડ હતો. તેમણે છાબડીયા કહીપુર આનંદપુરા તેમજ ત્રોસવાદ વગેરે ગામોમાં પણ ક્લસ્ટર બેઝ તાલીમ હેઠળ ખેડૂતોની પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન પૂરું પાડેલ છે.ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્ય સહિત વડનગર તાલુકામાં પણ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ હેઠળ આત્મા અંતર્ગત ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ રહી છે. , ગુજરાતનો પ્રત્યેક ખેડૂત રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે એ સરકાર નું લક્ષ્ય છે, સરકાર માને છેકે આ માટે સૌના સહિયારા પ્રયાસો જરૂરી છે.




