
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
કીચડથી ખદબદતો રસ્તો, જીવના જોખમે શાળાએ જતા બાળકો – અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાનો વિડિઓ વાયરલ
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભેમાપુરથી ધનીવાડા સુધીના રસ્તાની હાલત ખુબજ બિસમાર બની ગઈ છે. ભારે વરસાદ બાદ માર્ગ પર કીચડ અને ખાડાઓના કારણે આવજાવમાં ભારે મુશ્કેલી ઉભી થઈ છે. ખાસ કરીને શાળામાં જતા નાનાં બાળકો માટે આ રસ્તો હવે ભયજનક સાબિત થઈ રહ્યો છે.વિડીયો વાઇરલ થતાં.ગામજનોએ જણાવ્યું કે, “હવે તો રસ્તા પર પગ મૂકો કે લપસીને સીધો છ મહિના માટે ખાટલો પકડવાનો ઘાટ થઈ જાય તેવો ઘાટ છે ” રસ્તાની સ્થિતિ એટલી ખરાબ છે કે બાળકો શાળાએ મોડા પહોંચે છે અને ત્યારે શિક્ષકો તેમનાં પર ઠપકો પણ આપે છે.કેટલાંક માતાપિતાઓએ આ વિષયમાં ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, “આવો રસ્તો હોય તો બાળકોનો ભવિષ્ય કઈ રીતે ગઢાશે..? કીચડમાંથી પસાર થઇને શાળાએ જવું એ જાણે સજા જેવી લાગતી છે.”વરસાદી માહોલમાં તો સ્થિતિ વધુ કથિન બની જાય છે. ગામજનોના કહેવા મુજબ રાત્રિના સમયે જો કોઈ તાત્કાલિક મેડિકલ ઇમરજન્સી આવે તો વાહનો રસ્તામાં જ ફસાઈ જાય છે, જેને લીધે જીવલેણ સ્થિતિ ઉભી થાય છે.ગામજનોની તાત્કાલિક માંગણી છે કે તંત્ર આ બિસમાર માર્ગને ઝડપી કાર્યવાહીથી સુધારે.વિદ્યાર્થીઓ, વડીલો અને મેડિકલ દર્દીઓ માટેનો આ માર્ગ જીવલેણ બને તે પહેલાં તેના સુધારાની કામગીરી હાથ ધરી શકાય એવી લોકોને અપેક્ષા છે.





