લૂંટ વિથ મર્ડર ના કેસમાં આરોપીના જામીન ના મંજૂર કરતી લુણાવાડા સેશન કોર્ટ
લૂંટ વિથ મર્ડર ના કેસમાં આરોપીના જામીન નામંજૂર કરતી (મહિસાગર) લુણાવાડા સેશન કોર્ટ…..
તા.૨૧/૭/૨૪ .. રવીવાર
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
સંતરામપુર પોલીસ હદના સરસણ આઉટ પોસ્ટ પોલીસ હદ માં બાલાસિનોર થી બેંક ની કેશ લઈને આવતાં બેંક મેનેજર ની ગાડી સળગાવી દઈને બેંક મેનેજર નું અપહરણ કરીને તેનું ખૂન કરી ને લાશ સંતરામપુર બળીયાદેવ ની ધાટી થી ડાયાપુર જતાં રસ્તા ની સાઈડમાં નિર્જન સ્થળે ફેંકી દીધી હતી.
આમ આ લુંટ વીથ મડૅર નાં ગુનામાં પોલીસ ની ઝીણવટભરી તપાસ માં આ મરનાર બેંક મેનેજર નો ગુનેગાર મિત્ર હર્ષિલ ધમેન્દ્ર પટેલ રહે.ગોઠીબ તા.સંતરામપુરે ગુનો કરેલાં ની હકીકતો બહાર આવતાં પોલીસે હર્ષિલ ધમેન્દ્ર પટેલ ની અટકાયત કરી ને રિમાન્ડ મેળવી ને આ ગુનાની ખુટતી કડીઓ ને આધાર પુરાવાઓ મેળવી ને આરોપી હર્ષિલ ધમેન્દ્ર પટેલ ને કોટૅમા રજું કરતાં આ આરોપી ને જયુડીશીયલ કસ્ટડીમાં લઈને જેલમાં મોકલી આપેલ છે.
આ ગુનામાં આ આરોપી હર્ષિલ ધમેન્દ્ર પટેલે જામીન મુક્ત થવા મહીસાગર જિલ્લા સેશન્સ જજ કોટૅ માં જામીન અરજી દાખલ કરતાં , આ જામીન અરજી નું એડિશનલ સેશન્સ જજ જે.એન.વયાસ ની કોટૅ માં હીયરીગ થતાં કોર્ટે ફરીયાદ પક્ષે ને અરજદાર (આરોપી) તફે ની દલીલો સાંભળ્યા બાદ સરકારી વકીલ સર્જન ડામોર ની દલીલો ગ્રાહ્ય રાખી ને ગુનાની ગંભીરતા દયાને લઈને અરજદાર હર્ષિલ ધમેન્દ્ર પટેલ ની જામીન મુક્ત થવા માટે ની જામીન અરજી નામંજૂર કરતો હુકમ ફરમાવેલ છે.
આમ સમગ્ર રાજ્યમાં ને મહીસાગર જિલ્લા માં ચકચાર જગાવનાર આ લુંટ વીથ મડૅર નાં મુખ્ય આરોપી હર્ષિલ ધમેન્દ્ર પટેલ ની જામીન અરજી નામંજૂર થતાં કોર્ટ સહિત સમગ્ર મહીસાગર જિલ્લામાં સન્નાટો છવાઈ ગયો છે.