
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ:ખેરગામ તાલુકાના નારણપોર નિશાળ ફળિયામાં જૂની અદાવતમાં ત્રણ મહિલાએ ગાળા ગળી કરી માર મારી જાનથી મારી નાખવાના બનાવવામાં પોલીસે ત્રણ મહિલા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ખેરગામ પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર ખેરગામ તાલુકાના નારણપોર નિશાળ ફળિયામાં જૂની અદાવતમાં રમીલાબેન ઈશ્વરભાઈ પટેલ પ્રિયંકાબેન ધર્મેશભાઈ પટેલ અને મીનાબેન ઇલેશભાઈ પટેલ તમામ રહે ખેરગામ તાલુકાના નારણપોર નિશાળ ફળિયા નિરાલીબેન પટેલ અને તેની માતા ભાવનાબેન સાથે ઝઘડો કરી ગંદી ગાળો આપી મીનાબેને નિરાલી બેન ને પાછળથી થાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવવામાં નિરાલીબેનની ફરિયાદ ને આધારે પોલીસે ઉપરોક્ત ત્રણેય મહિલાઓ સામે ગુનો નોંધી ઘટનાની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.



