નસવાડી ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ છોટાઉદેપુર દ્વારા લાભાર્થીઓ સાથે પ્રચાર પ્રસાર એક દિવસીય કાર્યક્રમ યોજવામાં આવ્યો.

મૂકેશ પરમાર,, નસવાડી
જિલ્લા બાળ સુરક્ષા એકમ છોટાઉદેપુર દ્વારા નસવાડી તાલુકાના લાભાર્થીઓ સાથે પ્રચાર પ્રસાર એક દિવસીય કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015,બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006. પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ સેકસ્યુઅલ ઓફરન્સ એકટ 2012 અને નશા મુક્ત ભારત અને મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવેલ પાલક માતા પિતા યોજના મુખ્યમંત્રી બાળ સેવા યોજના અને સ્પોન્સરશિપ યોજના ના લાભાર્થી અરજદારો કુલ ૧૫૦ લાભાર્થીઓને યોજનાકીય જાણકારી અને કાયદાકીય જોગવાઈઓ અંગે સમજ આપવામાં આવેલ વધુમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ મુજબ છોકરીની ઉંમર 18 વર્ષથીવધુ અને પુરુષની ઉંમર 21 વર્ષથી વધારે હોય તો કાયદેસરના લગ્ન ગણાશે જો ઉકત મુજબની ઉંમર ન ધરાવતા સ્ત્રી પુરુષ લગ્ન કરશે તો ગેરકાયદેસર લગ્ન ગણાશે અને કાયદાની જોગવાઈ મુજબ સજા અને દંડ ને પાત્ર થશે તેમજ ઉકત યોજનાનો લાભ પ્રાપ્ત કરતી દીકરીઓને રાજ્ય સરકારની લગ્ન સહાય રૂ.200000નો પણ લાભ પ્રાપ્ત થશે તે બાબતની વિગતવાર માહિતી આપવામાં આવેલ તેમજ કાળજી અને રક્ષણ.સંભાળની જરૂરિયાત વાળા તથા મુશ્કેલીમાં મુકાયેલ બાળકોને પુન:સ્થાપન માટે ચાઇલ્ડ લાઇન 112. પોલીસ 100.મહિલા અભયમ 181.વગેરે હેલ્પ લાઇન નંબરોની માહિતી થી અવગત કરવામાં આવ્યા હતા





