GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
Navsari: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દાંડી ખાતે તાલુકા કક્ષાનો મેડિકલ કેમ્પમાં ૨૨૧ લાભાર્થીઓએ આરોગ્યલક્ષી વિવિધ સેવાનો લાભ લીધો…
વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લામાં ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ પખવાડિયા અંતર્ગત તાલુકા કક્ષાનો મેડિકલ કેમ્પ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દાંડી ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રીસ્યન, ફિઝિશયન હાજર રહી કેમ્પમાં સેવા આપી હતી. કેમ્પમાં કુલ-૨૨૧ લાભાર્થીઓએ આરોગ્યલક્ષી વિવિધ સેવાનો લાભ લીધો હતો.જેમાં લોહીની તપાસ, ઈમ્યૂનાઈઝેશન, સગર્ભાબહેનોની તપાસ, હાયપરટેનશ, ડાયાબિટીસ, ટીબીની તપાસ, સિકલસેલ તપાસ, સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર વગેરે રોગોની તપાસ કરવામાં આવી હતી.