GUJARATJUNAGADHKESHOD

મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા શહેરમાં વૉર્ડ રેન્કિંગ કાર્યક્રમ યોજાયો સફાઈ કર્મચારીશ્રીઓ, સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રીઓ અને સ્વચ્છતા ચેમ્પિયનને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા…

મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા શહેરમાં વૉર્ડ રેન્કિંગ કાર્યક્રમ યોજાયો સફાઈ કર્મચારીશ્રીઓ, સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રીઓ અને સ્વચ્છતા ચેમ્પિયનને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા...

જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા તા:૧૦/૧૨/૨૦૨૪ના રોજ સાંજના ૦૫:૦૦ કલાકેથી સરકારશ્રી દ્વારા સ્વચ્છતા સાથે જોડાયેલા સફાઈ કર્મચારીશ્રીઓને પ્રોત્સાહન આપવા માટે શહેરના તમામ વોર્ડમાંથી એક શ્રેષ્ઠ સફાઈ કર્મચારીશ્રીને રૂ.૧૦,૦૦૦/- આમ કુલ ૧ થી ૧૫ વોર્ડના ૪૫ સફાઈ કર્મચારીશ્રીને ત્રણ મહિનાના (જુલાઈ થી ઓકટોબર) એક સાથે રૂ.૪,૫૦,૦૦૦/-ની રોકડ રકમના પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.તેમજ વોર્ડ વાઇઝ રેન્કિંગ જુલાઈ થી ઓકટોબર મહિના સુધી સફાઈ બાબતે બેસ્ટ વૉર્ડ બન્યા હોય તેવા ૧૨ (બાર) સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા અને ૬ (છ) સ્વચ્છતા ચેમ્પિયન અને સ્ટેબલ શાખાના એક સફાઈ કર્મચારીશ્રીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા,આ તકે માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશ,નાયબ કમિશનરશ્રી એ.એસ.ઝાપડા તથા શ્રી ડી. જે.જાડેજા,સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટશ્રી કલ્પેશ જી.ટોલિયા,પૂર્વ મેયરશ્રી ગીતાબેન મોહનભાઈ પરમાર,પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેનશ્રી હરેશભાઈ પરસાણા તેમજ સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર શ્રી અમુદાનભાઈ ગઢવી,વાલ્મીકિ સમાજ પ્રમુખશ્રી દિનેશભાઈ ચુડાસમા,સફાઈ કર્મચારી યુનિયન પ્રમુખશ્રી વિજયભાઈ વાળા, અગ્રણીશ્રી મોહનભાઈ પરમાર અને બહોળી સંખ્યામાં સફાઈ કર્મચારીઓની હાજરીમાં ભોજનની વ્યવસ્થા સાથે કાર્યક્રમ યોજાયો હતો.

Back to top button
error: Content is protected !!