અનાથોની માતા નું તીર્થધામ ખંભોળજ ખાતે વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો
અનાથોની માતા નું તીર્થધામ ખંભોળજ ખાતે વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો*.
તાહિર મેમણ – આણંદ – 09/09/2024- તા. 9 જૂન 2024 રવિવારના રોજ 8. 30 કલાકના ખ્રિસ્તયજ્ઞ બાદ સિસ્ટર ડેલ્સી નો વિદાય સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ખંભોળજ ધર્મવિભાગ માં તેઓ સતત ત્રણ વર્ષથી પોતાની ધાર્મિક સેવાઓ આપી રહ્યા છે. મહારાષ્ટ્ર અમરાવતી ખાતે તેઓની બદલી થઈ રહી છે. ત્યારે સભા પુરોહિત રેવ. ફાધર ફાન્સિસ રેક્સ દ્વારા તેઓની સાથે વિતાવેલ એક વર્ષ ની સેવાને શબ્દો માં વર્ણન કરે છે. તેઓ જણાવે છે. કે સિસ્ટર સ્વભાવે શાંત, ઓછું બોલનારના, કેન્દ્રમાં સેવા એવા સિસ્ટર જઈ રહ્યા છે. તેનું દુઃખ ધર્મવિભાગ અનુભવે છે. રેવ ફાધર ફ્રાન્સીસ તેઓ ને બુકે આપી સન્માન કરે છે . નવાસુપિરિયર સિસ્ટર સેરોન તેઓનું સાલ ઓઢાડી સન્માન કરે છે. પેરિસ કાઉન્સિલના ઉ. પ્રમુખ ડૉ. શૈલેષ વાણીયા શૈલ સારી તંદુરસ્તી માટે શુભેચ્છા સહ પ્રાર્થના શબ્દો વ્યક્તિ મળી કહે છે. ગુજરાત ભરમાંથી આવેલા મા ના ભક્તો ના ચહેરા ઉપર ખુશી તથા ગમ જોવા મળે છે. 10.00વાગ્યે ભક્તો છુટા પડ્યાં.