
તા.૧૮.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદની આર એન્ડ એલ પં
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર એન્ડ એલ પંડ્યા સ્કૂલ અને એસ.એમ કુંદાવાલા હાયર સેકન્ડરી સ્કુલ દાહોદ દ્વારા વિદ્યાર્થીઓના જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય તે ઉમદા આશયથી સહ શૈક્ષણિક પ્રવૃત્તિ ક્વિઝ 2025 કસોટી જ્ઞાન કી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન ઝાલોદરોડ કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ચિરાગકુમાર ડી પટેલ અને અતિથિ વિશેષ નવજીવન ગર્લ્સ હાઇસ્કુલ આચાર્યા શ્રીમતી રાગીણીબેન બી પટેલ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય નીતીક્ષાબેન પટેલ દ્વારા પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા જેમાં પ્રિલિમ રાઉન્ડમાં કુલ 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી વધુ માર્ક ધરાવતા ધોરણ 9 થી 12 ના એક એક એમ કુલ ચાર વિદ્યાર્થીઓની ચાર ટીમ નામ આર્યભટ્ટ ,ભાસ્કરાચાર્ય, ચાણક્ય અને દધીચી આપવામાં આવ્યા હતા આ વાર્ષિક ક્વિઝ સ્પર્ધામાં કુલ પાંચ રાઉન્ડ પ્રથમ રાઉન્ડ પ્રશ્નપત્ર દ્વારા ટેસ્ટીંગ ટાઈમ ,બીજો રાઉન્ડ દેખો ઔર બુઝો ,ત્રીજો રાઉન્ડ રેપિડ ફાયર ચોથો રાઉન્ડ ચુઝ યોર કાર્ડ, પાંચમો બઝર રાઉન્ડ રાખવામાં આવ્યો હતા . આ વાર્ષિક ક્વીઝ સ્પર્ધામાં ટીમ દધીચી ધો11 ડામોર ખનક બી ,ધો 10 ચૌહાણ યુગ ડી, ધો 9 મોઢિયા શોર્ય જે ,ડામોર રીધમ એન વિદ્યાર્થીઓ વિજેતા થયા હતા આ વાર્ષિક ક્વિઝ સ્પર્ધાનું આયોજન ઉમંગભાઇ દરજી અને પ્રેરક અને પ્રોત્સાહક સંચાલન કમલેશભાઈ લિમ્બાચીયા દ્વારા કરવામાં આવ્યું હતું શાળાના શિક્ષક મિત્રો અને તમામ વિદ્યાર્થીઓ ની ઉપસ્થિતિ દ્વારા આ જ્ઞાનવર્ધક કાર્યક્રમને સફળ બનાવ્યો હતો નવજીવન ગર્લ્સ હાઇસ્કુલ ના આચાર્યા શ્રીમતી રાગીનીબેન પટેલ દ્વારા ચારેય ટીમના બાળકોને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું




