GUJARAT
સાધલી ગામે મદદનીશ નિયત્રંણ કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાની ટીમે ચેકીંગ ની કામગીરી હાથ ધરી નાના મોટા વેપારીઓને દંડ ફટકારતા વેપારી આલમમાં ફફડાટ
ફૈઝ ખત્રી... શિનોર શિનોર તાલુકાના સાધલી ગામે આજરોજ વડોદરા મદદનીશ નિયત્રંણ કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી ગિરીશભાઈ.ડી. અધિકારીના માર્ગદર્શન હેઠળ કચેરીની ટીમ ત્રાટકી હતી.અને સાધલી બજારમાં આવેલ ફ્રૂટ,શાકભાજી,ફૂલહાર ની લારીઓ તેમજ ફરસાણ ની દુકાનો પર ચેકીંગની કામગીરી હાથ ધરી હતી.જેમાં વજન કાંટા પ્રમાણિત ન કરાવનાર દુકાનદારો તેમજ વજન કરતા ઓછું આપતા દુકાનદારો સામે વજન માપ,PCR ના ભંગ હેઠળ સ્થળ પર જ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.જેને લઇને વેપારી આલમમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.





