GUJARAT
વાંસદા તાલુકાની સરા હાઈસ્કૂલમાં ધોરણ 10અને12નાં પરિક્ષાર્થી વિદ્યાર્થીઓ ડર દૂર કરવા માટે માર્ગદર્શન તેમજ મોટીવેશન કાર્યક્રમ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ શેઠ શ્રી સી.પી.દેસાઈ હાઈસ્કૂલ સરા ખાતે ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન, મોટીવેશન મળે અને પરીક્ષાનો ડર દૂર કરવાના શુભ હેતુસર શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારંભનું અધ્યક્ષ સ્થાન ડૉ. ધર્મિષ્ઠાબેન જે. ભોયાએ (ઇરાવતી હોસ્પિટલ M.B.B.S.,M.S.) શોભાવ્યું હતું. શાળા મંડળના પ્રમુખ વિનોદભાઈએ વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. પ્રિલિમ પરીક્ષામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર તેમજ રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરવા જઈ રહેલ દિવ્યાંગ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આચાર્યએ પરીક્ષાલક્ષી માર્ગદર્શન સાથે પરીક્ષા દરમિયાન રાખવાની કાળજી અંગે સૂચન કર્યું હતું. અંતે અલ્પાહાર લઈ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.