
તા.૧૦.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના પરેલ વિસ્તારમાં આવેલી સરદાર વલ્લભભાઈ ગુજરાતી પ્રાથમિક શાળા ખાતે બેગલે ડે ના દિવસે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ રમત ઉત્સવની ભવ્ય ઉજવણી કરી
આજ રોજ તા.૧૦.૦૧.૨૦૨૬ ના સવારે ૦૮:૦૦ કલાકે દાહોદ પરેલમાં આવેલી સરદાર વલ્લભભાઈ ગુજરાતી પ્રાથમિક શાળામાં સ્પોર્ટ ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના 180 થી વધારે વિદ્યાર્થીઓ એ વિવિધ રમતો માં બાળ વાટિકા થી ધોરણ :-8 સુધીના વિધાર્થીઓએ ભાગ લીધા હતા જેમાં શાળા ના વિધાર્થીઓ દ્વારા ઊંદી દોડ,સીદી દોડ,લીંબુ ચમચી,કોથળા દોડ,દોયડા દોડ, દેડકા કૂદ, ત્રી પગી અને સંગીત ખુરશી જેવી વિવિધ રમતોમાં ભાગ લીધા જેમાં 60 જેટલાં વિદ્યાર્થીઓ એક થી ત્રણ ક્રમાંક ના વિધાર્થી વિજેતા બન્યા હતા વિજેતાને શાળાના આચાર્ય મહેશભાઈ પંચાલ અને શિક્ષકો દ્રારા વિજેતા વિધાર્થીઓને ટ્રોફીઓ આપી હતી





