હારીજ તાલુકાના સરેલ ખાતે શોભાયાત્રા,યજ્ઞ,માતાજીના ફોટા પ્રાણપ્રતિષ્ઠા તેમજ જાતરની ભવ્ય ઉજવણી કરાઈ.
હારીજ તાલુકાના સરેલના અને ગાંધીધામ ખાતે રહેતા પ્રજાપતિ સમાજના સરેલીયા પરિવારના ગં.સ્વ.સવિતાબેન મણિલાલ પ્રજાપતિ પરિવાર

હારીજ તાલુકાના સરેલ ખાતે શોભાયાત્રા,યજ્ઞ,માતાજીના ફોટા પ્રાણપ્રતિષ્ઠા તેમજ જાતરની ભવ્ય ઉજવણી કરાઈ.
લાખણી તાલુકાના ડીસા-થરાદ હાઈવેથી ૪ કિ.મી.દૂર આવેલ મોરલ ગામના ફાર્મ હાઉસ ખાતે બિરાજમાન શ્રીસધી માતાજીનું રજવાડું-મોરલ ધામની માતાજી ના દર્શન માત્રથી બધી બીમારી ઓ દૂર થતા અને ભક્તોની મનો કામના પૂર્ણ થતા અનેક લોકોના દુઃખ દૂર થવાની ચર્ચાઓ વાયુવેગે ગુજરાતભરમાં ફેલાતા શ્રદ્ધાંળુઓનો ઘસારો સતત વધવા લાગ્યો.અત્યારે દર રવિવારે ઉત્તર ગુજરાત,કચ્છ, કાઠિયાવાડ,રાજસ્થાન,પુના, મુંબઈ,નવસારી,સુરત,વડોદરા, અમદાવાદ સહીત ગુજરાત ભરમાંથી શ્રદ્ધાળુઓનો ઘસારો વધી રહ્યો છે તેમ ચેતનભાઈએ જણાવ્યું હતું.ત્યારે હારીજ તાલુકાના સરેલના અને ગાંધીધામ ખાતે રહેતા પ્રજાપતિ સમાજના સરેલીયા પરિવારના ગં.સ્વ.સવિતાબેન મણિલાલ પ્રજાપતિ પરિવારની મનોકામના પૂર્ણ થતા માતાજીની અમી દ્રષ્ટિ થી ધારેલા કર્યો પૂર્ણ થતા પરિવારના દશરથભાઈ, રમેશભાઈ,ગીરીશભાઈ દ્વારા તા.૧૨/૧૨/૨૦૨૫ ના રોજ સવારે સરેલ ખાતે પરમ પૂજ્ય ધર્મરત્ન ભુવાજી સી.એન. પ્રજાપતિની હાથી ઉપર માતા ગીતાબેન,પિતા નેમાજી હરધનજી,સગરામભાઈ પ્રજાપતિ (ભગત),ભાવાભાઈ પ્રજાપતિ, ભાવાભાઈ ચૌધરી, દિનેશભાઈ અસાલડી,સોમાલાલ પ્રજાપતિ પાટણ,છગનભાઈ બાસ્પા સહીત ગામજનોની ઉપસ્થિતિ માં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.શાસ્ત્રીજી મહેશભાઈ રામજીભાઈ જોષી (ઉણ- રતનપુરા) ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાર સાથે દશરથભાઈ પ્રજાપતિના યજમાનપદે યજ્ઞ યોજાયો હતો.બપોરે માતાજીના ફોટો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતા.રાત્રે શ્રી ચામુંડા માતાજીની રજવાડી રમેલનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ અવસરે અનેક શ્રદ્ધાળુઓ હાજર રહી દર્શનનો લાભ લીધો હતો
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530





