શકિતપીઠ અંબાજી ખાતે ગુજરાત ટુરિઝમ બોર્ડના સચીવ અને યાત્રાધામ વિકાસ બોર્ડના સચીવ પહોચ્યાં,વિકાસના કામોની પણ સમીક્ષા કરી, ગબ્બર શક્તિ કોરિડોર નુ કામ ઝડપથી શરૂ કરવા સમીક્ષા કરાઇ
શક્તિપીઠ અંબાજી ની ભાદરવી મહાકુંભ 2024 ને લઈને તંત્ર દ્વારા મીટીંગો નો દોર શરૂ થઈ ગયો છે. ભાદરવી પૂનમ મા આવતા લાખો ની સંખ્યા મા ભક્તો ની સગવડતા ને ધ્યાને રાખી તંત્ર સજજ બની ગયું છે. ત્યારે હાલ મા શક્તિપીઠ અંબાજી ખાતે અનેકો નેતાઓ, મંત્રીઓ માતાજી ના દર્શનાર્થે આવી રહ્યા છે.આજે શક્તિપીઠ અંબાજી ખાતે ગુજરાત ટુરિઝમ બોર્ડના સચીવ રાજેન્દ્ર કુમાર અને યાત્રાધામ વિકાસ બોર્ડના સચીવ આર આર રાવલ આવી પહોચ્યાં હતાં. અંબાજી મંદિર મા પહોચ્યા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવા મા આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, વરૂણ બરણવાલ બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદી સહિત ના સાથે મંદિર પરિસરમાં સચિવોએ મુલાકાત કરી હતી. તો સાથે સાથે શક્તિ કોરીડોર ના કામને લઈને પણ મંદીરના ચાચર ચોકમાં નકશો ખોલવામાં આવ્યો અને વિકાસના કામોની પણ સમીક્ષા કરવામાં આવી હતી.યાત્રાધામ જલ્દીથી જલ્દી કઈ રીતે સુંદર અને સારું બને તેને લઈને પણ માર્ગદર્શન લેવાયુ હતું.આવનાર 12 થી 18 સપ્ટેમ્બર ભાદરવી પૂનમ મહાકુંભ સાત દિવસ અંબાજી ખાતે યોજવામાં આવશે. આજે ગુજરાત ટુરિઝમ બોર્ડના સચિવ અંબાજી મંદિર ના દર્શન કર્યા હતા. મંદિર ના ભટ્ટજી મહારાજ દ્વારા તિલક અને માતાજી ની ચુંદડી આપી આશીર્વાદ આપ્યા હતા.