હાલોલ ગોધરા રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે દિવાળી પર્વને લઈ ભવ્ય અન્નકૂટ યોજાયો,મોટી સંખ્યામાં ભક્તોએ અન્નકૂટના દર્શન કર્યા હતા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૩.૧૦.૨૦૨૫
વિક્રમ સંવત 2082 નું નૂતન વર્ષના આરંભે સમગ્ર દેશ ભરમા તા.22 ઓક્ટોબર બુધવારના રોજ ઉજવણી કરવામાં આવી હતી. સાંસ્કૃતિક, ધાર્મિક, પ્રાકૃતિક અને ભૌગોલિક વૈવિધ્ય ધરાવતા ભારતમાં અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ દિવસે નવું વર્ષ ઉજવવામાં આવે છે. તેમજ ગુજરાતમાં વસતાં વિવિધ સમુદાયોમાં પણ એક કરતાં વધુ નવાં વર્ષ ઊજવાય છે.ત્યારે હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે નવા વર્ષને લઇ ભવ્ય અન્નકૂટ યોજાયો હતો.જેમાં હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર જ્યોત ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર દેશવાસીઓની ઉન્નતિ પ્રગતિ અને સુખ સમૃદ્ધિ તેમજ આરોગ્યમય સુખદાય જીવન માટે ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મંદિર પરિસર ખાતે બુધવારના રોજ સભા તેમજ મહાઆરતી યોજાઈ હતી.આ પ્રસંગે અન્નકૂટમાં વિવિધ વાનગીઓનો થાળ ઠાકોરજીને ધરાવવામાં આવ્યો હતો.જેમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અન્નકૂટના દર્શન કરી ભગવાન સામે શીશ ઝુકાવી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.જ્યારે શ્રી સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી સાધુ કેશવ સ્વરૂપદાસજી મહારાજ,સંત શ્રી સાધુ સંત સ્વામી મહારાજ દ્વારા મંદિર ખાતે પૂજા અર્ચના કરી સમગ્ર દેશવાસીઓની સુખાકારી અને આરોગ્ય માટે પ્રાર્થના કરાઈ હતી.જ્યારે મંદિર પરિસર ખાતે મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના વિવિધ ગામોમાંથી આજે હરિભક્તો ઉમટ્યા હતા અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો અને નવા વર્ષની ઉજવણી કરી હતી.