વિશ્વ ચકલી દિન નિમિત્તે બોરુ પ્રા.શાળાની ઇકો કલબ જાંબુ ના સભ્યો દ્વારા નાના પક્ષીઓના સંરક્ષણ વિશે જાગૃતિ કેળવી.

તારીખ ૨૧/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
શહેરોમાં ઘરોની રચનામાં ફેરફાર, પ્રદૂષણ, રહેઠાણનો અભાવ, જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ અને ખોરાકની અછતને કારણે ચકલીઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો થયો છે. સાર્વત્રિક પ્રણાલીમાં જીવાત નિયંત્રણ, પરાગનયન અને બીજ ફેલાવવામાં ચકલીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી, તેમનું સંરક્ષણ જૈવવિવિધતા અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં મદદ કરે છે.સાર્વત્રિક સંતુલન જાળવવામાં ચકલીઓની મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે. આ દિવસની ઉજવણીનો હેતુ ચકલીઓ અને અન્ય સામાન્ય પક્ષીઓની વસ્તી વિશે જાગૃતિ લાવવાનો અને તેમના સંરક્ષણ માટે પ્રયાસો કરવાનો છે. હાલમાં, શહેરોમાં ચકલીઓની સંખ્યામાં ઘટાડો થવાનું કારણ તેમની પ્રજનન ક્ષમતામાં ઘટાડો નથી પરંતુ રહેવા માટે જગ્યાનો અભાવ છે. જે ધ્યાને લઈ ઇકો કલબ કન્વીનર રંજનબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ ઇકો કલબ જમોના સભ્યોએ ચકલીઓ માટે ચકલી ઘર, ચણ અને પીવાના પાણીની સુવિધાઓ તેઓને અનુકૂળ જગ્યાએ ઉપલબ્ધ કરાવી હતી.







