
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના ધોબીઢાળ ખાતે ગે.કા રીતે વેચાણ કરવા માટે રાખેલ માદક પદાર્થ ચરસ તેમજ ગાંજાનો જથ્થો ઝડપાયો
ડી.કે. વાઘેલા ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એસ.ઓ.જી. શાખા અરવલ્લી તેમજ સ્ટાફના માણસો ઓફીસે હાજર હતા દરમ્યાન એસ.એમ.આજરા પો.સબ.ઇન્સ. એસ.ઓ.જી.શાખા ને ખાનગી રાહે બાતમીદારથી બાતમી હકીકત મળેલ હતી જેમાં ચાંદનગર, ધોબીઢાળ, મોડાસા મુકામે રહેતો કાદરખાન અલારખભાઇ પઠાણ નાનો પોતાના રહેણાંક ઘરમાં માદક પદાર્થ ગાંજો તથા ચરસ જેવા કેફી દ્રવ્યો રાખી વેચાણ કરે છે. જે બાતમી હકિકત આધારે ડી.કે.વાઘેલા ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર અરવલ્લી જેઓ રાહબારી હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના માણસોએ પંચો સાથે સદરી કાદરખાન અલારખભાઇ પઠાણ .ચાંદનગર, ધોબીઢાળ,મોડાસા તા.મોડાસા જી.અરવલ્લી વાળાના રહેણાંક ઘરે રેઇડ કરતા આરોપીના ઘરના ત્રીજા ખંડમાં સતાડેલ એક કાપડની થેલીની અંદર કાળા કલરની પ્લાસ્ટીકની કોથળીમાં માદક પદાર્થ ગાંજો વજન ૧૦૪ ગ્રામ કિ.રૂ.૧૦૪૦/- તથા પ્લાસ્ટીકની નાની પારદશર્ક થેલીઓ નંગ .૨૫ ચરસની ગોળીઓ વજન -૭.૫ ગ્રામ કિ.રૂ.૧૧૨૫/-તેમજ ભારતીય ચલણી નોટો રૂ.૧૦૦/- ના દરની ૨ નોટો કિ.રૂ.૨૦૦/-મળી કુલ કિ.રૂ.૨૩૬૫/- ના મુદ્દામાલ પંચનામાની વિગતે તપાસ અર્થે કબજે લઇ સદરીના વિરૂધ્ધમાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર.૦૨૭૬/૨૦૨૫ ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૮-સી, ૨૦-બી મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.





