અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં હવે આ ગરનાળુ કોણ રીપેરીંગ કરશે, બે વર્ષ થી જે તે હાલતમાં : બીલો પાસ કરનાર સામે કોઈ કાર્યવાહી ખરી..? જનતાના રૂપિયા ખાડામાં
મેઘરજ તાલુકામાં તાલુકા પંચાયત નામે હાલ વિવિધ સરકારી કામો ને લઇ ચર્ચાઓ જામી છે જેમાં રસ્તા હોય કે પછી ગરનાળુ, કા તો પાણી ની સમસ્યા એક પછી એક સમસ્યા માટે ના હાલ પ્રશ્નો ઉભા થયાં છે વાત છે મેઘરજ તાલુકા જે તે ગ્રામપંચાયત અને વિસ્તારમા થતા સરકાર ના વિવિધ કામો જેમાં હલકી ગુણવતા ને લઇ થયેલા કામો જ ભ્રષ્ટાચાર બહાર લાવે છે છતાં નવાઈ ની વાત તો એ છે કે આવા કામો પાછળ એક બીજાને ખો આપી મામલો દબાવવા માટે પ્રયાસ થતા હોય.જે તે વિભાગના કામોમાંમાં માત્ર થયેલ કામો ના ફોટા પાડી ટ્રેકિંગ કરી એક પછી એક એમ ટકાવરી લઇ ને બીલો પાસ કરી દેવામાં કર્મચારીઓ માહેર હોય તેવું હાલ ચર્ચાઈ રહ્યું છે. કહેવત છે ને ” ચા કરતા કીટલી વધારે ગરમ “એવી પરિસ્થિતિ હાલ મેઘરજ તાલુકા પંચાયતમાં કામ કરતા અમુક વ્યક્તિઓ દ્વારા જોવા મળી રહી છે
ગરનાળા ના કામો ની તો વાત જ ના થાય કેમ કે એક પછી એક ગરનાળા માં ભ્રષ્ટાચાર થયેલો બહાર આવી રહ્યો છે કામો હલકા, કામોની ગુણવંત્તા હલકી છતાં બીલો પાસ કરી દેતા કેમ કોઈ અધિકારીઓ દ્વારા તપાસ થતી નથી..?તે સવાલ ઉભા થયા છે. આવા કામો ના બીલો પાસ કરનાર કોણ.?
તાલુકામાં હાલ ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામપંચાયત વિસ્તારમાં ત્રીજું ગરનાળુ સામે આવ્યું છે જે છેલ્લા બે વર્ષથી તૂટેલું છે ઉપરની બાજુના ભાગમાં છતાં કોઈને નજરે નથી આવતું માત્ર ને માત્ર બીલો પાસ કરી ટકાવારી લેવામાં રસ હોય તેવું લાગી રહયું છે.હવે એક પછી એક કામોમાં જાણે મસ મોટો ભ્રષ્ટાચાર હોય એવું લાગી રહયું છે હવે આ ત્રીજા ગરનાળા ને જોઈ કોઈ કાર્યવાહી થશે ખરી…? કે પછી આંખો આગળ આડા કાન રાખશે.