
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્રભાઇ
મોડાસાના ગારૂડી ગામે આવેલા જયહો જાદેવના ગોગા મહારાજ મંદિરે ભક્તોએ નાગદેવતાનું પરંપરાગત પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી
હિન્દૂ શાસ્ત્રમાં દરેક તહેવારોનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ હોય છે ત્યારે, આજે શ્રાવણ વદ પાંચમ નાગ પંચમીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ હતી
અરવલ્લી જિલ્લા નું સૌથી મોટું ગોગા મહારાજ નું મંદિર મોડાસાના ગારૂડી ગામે આવેલુ છે જે પૌરાણિક જયહો જાદેવના ગોગા મહારાજ મંદિરે આજે નાગ પંચમી નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ હતી. આજના દિવસે અબાલ વૃદ્ધ સૌ કોઈ મોટી સંખ્યામાં ગોગા બાપાના મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા. ગોગા બાપાને કેસરવાળું દૂધ અને બાજરીની કુલર ધરાવીને સૌ ભક્તો નાગ દેવતાનું પૂજન કરે છે. હજારો ભક્તો આજના દિવસે ગોગા મહારાજના દર્શન સાથે પ્રસાદ પણ ગ્રહણ કરે છે અને આખો દિવસ બાપાના ભજન કીર્તન કરે છે.
ગારૂડી ગામે આવેલા જયહો જાદેવના ગોગા મહારાજ મંદિરે ચેતનભાઈ દેસાઈ જે ગાદીપતિ છે તેમના દ્વારા પૂજન કરવામાં આવે છે અને ગોગા મહારાજ નું પૂજન કરવામાં આવે છે દર રવિવારે અને પૂનમના દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને ગોગા બાપાના દર્શન કરી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે. ગોગા બાપાની બાધા આખડી રાખવાથી કેટલાય ભક્તોને અનેક પરચા ગોગા બાપા એ પૂર્યા છે. એવી માન્યતા સાથે આજે ભાવ અને ભક્તિપૂર્વક ગારૂડી ખાતે આવેલા ગોગા બાપાના મંદિરે નાગ પંચમીની ઉજવણી કરાઈ હતી.





