MORBI:મોરબી માં ભક્તિ ભાવથી અને આનંદમય વાતાવરણમાં ઉજવાતું આગળ વધી રહેલું ગણેશ ચતુર્થી પર્વ!

MORBI:મોરબી માં ભક્તિ ભાવથી અને આનંદમય વાતાવરણમાં ઉજવાતું આગળ વધી રહેલું ગણેશ ચતુર્થી પર્વ!
(શ્રીકાંત પટેલ દ્વારા વાત્સલ્ય સમાચાર મોરબી)
મોરબીમાં ગણેશ ચતુર્થી પર્વ ખૂબ જ ભક્તિ ભાવથી અને આનંદમય વાતાવરણમાં ઉજવાતું આગળ વધી રહ્યું છે જેમાં ૬ થી ૧૧ વર્ષની બાળાઓએ ગણપતિ ની મૂર્તિ બનાવીને તેની પૂજા અર્ચના કરી ને પ્રસાદી વેચે છે તે સૌનું ધ્યાન ખેંચે છે. મોરબીમાં બે જગ્યાએ પાર્ટી પ્લોટ માં ગણેશ ઉત્સવ ઉજવાઇ રહ્યો છે જ્યારે સનાળા રોડના હાઉસિંગ બોર્ડમાં કાયમ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ગણેશ પર્વ ઉજવાઈ રહ્યો છે આ રીતે શહેરના દરેક વિસ્તારમાં અને દરેક લતામાં ગણેશજીની સ્થાપના થઈ છે અને તેમની પૂજા અર્ચના થઈ રહી છે ત્યારે મોરબી શહેરનાં નાની કેનાલ રોડ ઉપર આવેલા પરિશ્રમ પેલેસના પાર્કિંગમાં આધ્યા, તુલસી, રૂહી,હીર્વા, કેયા, આરવી અને માધવ નામનો નાનો બાળક સહિત નાં ઓએ માટીનાં ગારા માંથી ગણેશજી બનાવ્યા છે અને તેમની સ્થાપના કરીને તેમની પૂજા અર્ચના કરે છે. અને ત્યાં હાજર રહેલા ભાવિકોમાં પ્રસાદ વહેંચે છે આ રીતે નાની બાળાઓથી લઈને યુવાનો અને વડીલો પણ આ ગણેશ પર્વના ઉત્સવમાં ભક્તિભાવ થી ભાગ લઈ રહ્યા છે.







