વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ઉલુનગુલન આંદોલનનાં મહાનાયક અને આદિવાસી ક્રાંતિકારી શહીદ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી આખા ગુજરાત રાજ્યમાં ધામધૂમથી કરવામાં આવશે. આ અંગે ‘શહીદ બિરસા મુંડા 150 વર્ષની જન્મજયંતિ ઉજવણી સમિતિ – ગુજરાત’ની રચના કરવામાં આવી છે.ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમાજને અન્યાય અને અત્યાચાર સામે લડવા માટે પ્રેરણા આપી હતી. બ્રિટિશ શાસન દરમિયાન આદિવાસીઓએ જમીન, જંગલ અને પાણી બચાવવા માટે અનેક સંઘર્ષો કર્યા હતા.આ સંઘર્ષોમાં બિરસા મુંડાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. બ્રિટિશ સામ્રાજ્યવાદ સમયે પણ આદિવાસી લોકોએ જળ જમીન જંગલને બચાવવા જમીનદારો કે ઠેકીદારોની સામે બળવો કર્યો હતો. અને તેમના જુલમી શાસન અને અમાનુષ્ય અત્યાચાર સામે આદિવાસીઓના અસંખ્ય આંદોલન થયા હતા. ત્યારે આ સૌ માં બિરસા મુંડા, માઝી, સિદો – કાનુ વગેરે ક્રાંતિકારી આદિવાસી લોકોની અંદર રહેલા ડર અને ભયના વાતાવરણને દૂર કરી અને અત્યાચાર,જુલમી શાસન સામે પોતાના હક અને સ્વાભિમાન મેળવવા સંગઠિત થવા નૈતિક બળ પૂરું પાડ્યુ હતુ.ત્યારે આદિવાસી સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણીનાં ભાગરૂપે 15 નવેમ્બર,2024 થી 15 નવેમ્બર, 2025 સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં તેની ઉજવણી કરવામાં આવનાર છે જેને લઈને ‘શહીદ બિરસા મુંડા 150 વર્ષ જન્મ જયંતી ઉજવણી સમિતિ – ગુજરાત ડાંગ ‘ સમિતિની રચના કરવામાં આવી છે.આ સમિતિના પ્રમુખ તરીકે આહવાનાં ડૉ. એ.જી. પટેલ અને મહામંત્રી તરીકે લક્ષ્મણ બાગુલની નિમણૂક કરવામાં આવી છે.આ સમિતિનું લક્ષ્ય ગુજરાતમાં બિરસા મુંડાના ઉલગુલાન આંદોલનને પ્રચારિત કરવાનું અને આદિવાસી સમાજને પ્રેરણા આપવાનું છે.ત્યારે ગુજરાતમાં ઉજવણીના કાર્યક્રમોમાં ફોટો પ્રદર્શન,
પુસ્તક પ્રકાશન,શાળાઓ અને કોલેજોમાં નિબંધ, વક્તૃત્વ અને ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.ત્યારે આ ઉજવણીથી આદિવાસી સમાજમાં એક નવી જાગૃતિ આવશે અને તેઓ પોતાના અધિકારો માટે સંગઠિત થશે એવી આશા સેવાઈ રહી છે..