સપ્લીમેન્ટરી રેન્ડેમાઈઝેશન દ્વારા ૪૨૧માંથી ૩૮૨ બેલેટ યુનિટ ફાળવવામાં આવશે જૂનાગઢ ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓ અને અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે બેલેટ યુનિટનું એફ.એલ.સી. કરાયું એક બેલેટ યુનિટમાં મહત્તમ ૧૫ હરીફ ઉમેદવારનો સમાવેશ થઈ શકે છે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં માટે ૧૬ હરીફ ઉમેદવારો આખરી થતાં, એક વધારાનું બેલેટ યુનિટ ફાળવવામાં આવશે. ત્યારે આ પૂર્વે ભારત ઇલેક્ટ્રોનિક્સના એન્જિનિયરશ્રીઓ દ્વારા બેલેટ યુનિટનું ફર્સ્ટ લેવલ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ ખાતેના ઇવીએમ વેરહાઉસ ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે એન્જિનિયરશ્રીએ બેલેટે યુનિટની તકનીકી સહિતની બાબતોની ચકાસણી કરી હતી.જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના દિશાનિર્દેશો મુજબ આ ફર્સ્ટ લેવલ ચેકિંગ વખતે એફએલસી સુપરવાઇઝર શ્રી કિશન ગરચર, ઈવીએમના નોડલ ઓફિસર શ્રી ચરણસિંહ ગોહિલ સહિતના સબંધિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આમ,બેલેટ યુનિટના ફસ્ટ લેવલ ચેકિંગ બાદ ૪૨૧માંથી ૩૮૨ બેલેટ યુનિટ સપ્લીમેન્ટરી રેંડેમાઈઝેશન બાદ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે ફાળવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, એક બેલેટ યુનિટમાં ૧૫ ઉમેદવારોનો સમાવેશ થઈ શકે છે, જ્યારે ૧૫ કરતાં વધુ ઉમેદવારો લોકસભા કે વિધાનસભાની ચૂંટણી માટે નોંધાય ત્યારે એક વધારે બેલેટ યુનિટ ઉમેરવું પડે છે. આમ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે ૧૬ જેટલા ઉમેદવારો નોંધાતા એક વધારાનું બેલેટ યુનિટ ઉમેરવામાં આવશે.