માનગઢ ની ધરતી પર એક સાથે ૧૦૩૮ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ મંજૂર હુકમ પત્ર આપવામાં આવ્યા.

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર…..
વિકાસ સપ્તાહ – મહીસાગર જિલ્લો
માનગઢની ધરતી પરથી એક સાથે ૧૦૩૮ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ મંજુર હુકમ પત્ર આપવામાં આવ્યા.
શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ અંતર્ગત માનગઢ હીલ ખાતે પદયાત્રા નીકળી
મહીસાગર જિલ્લામાં વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં માનગઢ પદયાત્રા ભારત માતા મંદિરથી ગોવિંદ ગુરુ સ્મૃતિ વન સત્સંગ હોલ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના 14માં મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારથી ગુજરાતની વિકાસયાત્રા અવિરત ચાલુ રાખી ‘નાગરિક પ્રથમ અભિગમ’ સાથે લોકાભિમુખ શાસનના પગલાં લેવામાં આવી રહ્યા છે. ૨૦૧૨ માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ માનગઢની પવિત્ર ભૂમિ પર આવી ગોવિંદ ગુરુ સ્મૃતિ વનનું લોકાર્પણ કર્યું હતું.
મહાનાયક ગોવિંદ ગુરુની ક્રાંતિ ભૂમિ ઐતિહાસિક માનગઢ ધામના ઇતિહાસને ઉજાગર કરી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ વિસ્તારનો અવિરત વિકાસ નરેન્દ્રભાઇ મોદીના સુશાસનને આભારી છે તેમ જણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નક્કી કર્યું છે દેશનો કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ છત વગર રહી ના જાય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અનેક લોકોના સપનાનું ઘર આપ્યું છે. રોડ, પાણી, આરોગ્ય, વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ થકી સર્વાંગી વિકાસ કર્યો છે.
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત માનગઢ વિસ્તારના સાત ગામોના ૧૦૩૮ લાભાર્થીઓને આવાસ હુકમ પત્ર એનાયત કરાયા.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર, સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ સહિત લાભાર્થીઓ અને બહોળી સંખ્યામાં આવાસ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે.




