GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત જિલ્લાકક્ષાની કબડ્ડી સ્પર્ધામાં શહેરની વિવિધ સ્કૂલના રમતવીરો જોડાયા

તા.૨૫/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રાજકોટ શહેરકક્ષાની કબડ્ડી સ્પર્ધા તા.૮થી ૨૦ જાન્યુઆરી દરમિયાન બાલભવન રેસકોર્સ ખાતે યોજાઈ હતી. જેમાં ઝોન કક્ષાએ વિજેતા થયેલી પ્રથમ તથા દ્વિતીય ટીમોએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો.
જેમાં અંડર-૧૪ બોય્ઝમાં કર્ણાવતી સ્કૂલ, સ્વામિનારાયણ ગુરુકૂળ, એલ.જી. ધોળકીયા સ્કૂલ, વી.જે. મોદી સ્કૂલ જ્યારે અંડર-૧૪ ગર્લ્સમાં ક્રિસ્ટલ સ્કૂલ, એસ.એન.કે. સ્કૂલ, કન્યા વિદ્યાલય, મધર ટેરેસા સ્કૂલની છાત્રાઓએ ભાગ લીધો હતો.
અંડર-૧૭ બોય્ઝમાં સ્વામિનારાયણ ગુરુકુળ, સરદાર પટેલ વિદ્યામંદિર, કર્ણાવતી સ્કૂલ, એસ.વી. વિરાણી હાઈસ્કૂલ જ્યારે અંડર-૧૭ ગર્લ્સમાં શ્રી ઉદગમ સ્કૂલ, શ્રી કન્યા વિદ્યાલય, એસ.એન.કે. સ્કૂલ તથા ન્યૂ એરા સ્કૂલની છાત્રાઓએ ભાગ લીધો હતો.





