ARAVALLIGUJARATMODASA

મોડાસા નગરમા અતિ રૂદ્ર મહા યજ્ઞનો પ્રારંભ થયો : 11 મહારૂદ્ર યજ્ઞ, 121 લધુરૂદ્ર યજ્ઞ સમાન 1અતિરૂદ્ર મહાયજ્ઞ નું મોટું મહ્ત્વ 

 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મોડાસા નગરમા અતિ રૂદ્ર મહા યજ્ઞનો પ્રારંભ થયો : 11 મહારૂદ્ર યજ્ઞ, 121 લધુરૂદ્ર યજ્ઞ સમાન 1અતિરૂદ્ર મહાયજ્ઞ નું મોટું મહ્ત્વ

યજ્ઞ એ ભારતીય સંસ્કૃતિ નું પ્રતીક છે આપણા હિંદુ ધર્મ માં જેટલી મહાનતા યજ્ઞ ને આપવામાં આવી છે તેટલી મહાનતા બીજા કોઈ પણ ને આપવામાં આવેલ નથી. આપણું કોઈ પણ શુભ ધમૅ કાર્ય યજ્ઞ વીના પરિપૂર્ણ થતું નથી. ત્યારે અતિ રુદ્ર મહાયજ્ઞમાં શિવની ઉપાસનાનું અનેરૂં મહત્વ રહેલું છે.

મહાદેવનો મોટામાં મોટો યજ્ઞ એટલે અતિરૂદ્ર, જેનું આયોજન મોડાસા નગરમાં કરવામાં આવ્યું છે તા. ૧૧/૧૨/૨૪ થી પ્રારંભ થયેલા યજ્ઞ ની ૧૫/૧૨/૨૦૨૪ ના રોજ પૂર્ણાહુતિ થશે.અતિરૂદ્ર મહા યજ્ઞ થી ભગવાન શિવ ને પ્રસન્ન કરવા માં આવે છે.શિવજીને સકારાત્મક ઉર્જા નો વિકાસ કરવા ની અને પ્રાર્થના કરવાની આ એક સનાતની ધાર્મિક પધ્ધતિ છે. એકવાર દર્શન કરવાથી અલૌકીક શક્તિનાં દર્શન થતા હોય છે !મોડાસા નગર ના અશોકભાઈ જોષી પરિવાર દ્વારા આયોજિત .અતિરૂદ્ર યજ્ઞના આચાર્ય અગ્નિહોત્રી આત્રેય કુમાર (શ્રી કૃષ્ણાશ્રમ બોલુન્દરા) અને 175 ભૂદેવ આ યજ્ઞ મા આચાર્ય તરીકે જોડાયા છે , મોડાસા નગરમાં સનાતની ધર્મની આગવી વિશેષતા ના દર્શન કરાવતા અતિ રુદ્ર યજ્ઞનો દર્શન નો લાભ લેવા સમગ્ર અરવલ્લી જિલ્લાની ધર્મપ્રેમી પ્રજાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

આ યજ્ઞ માં કુલ 25 લાખ આહુતિ અપાઈ રહી છે યજ્ઞશાળા ગીર ગાય ના છાણ માંથી ખાસ કારીગરો દ્વારા બનાવવા માં આવી છે અને તેમાં ગાયનું ઘી,તલ, ઔષધિઓ વૈદિક મંત્રોચ્ચાર સહિત વેદ ના મંત્રોથી હોમવામાં આવી રહી છે સમગ્ર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા માં પ્રથમ વખત ઐતિહાસિક યજ્ઞ યોજાઈ રહ્યો છે ત્યારે મોટી સંખ્યા માં ભક્તો યજ્ઞ ના દર્શન નો લાભ લેવા ઉમટી પડ્યા છે

Back to top button
error: Content is protected !!