BANASKANTHAKANKREJ

શ્રી બેણાવાસ (વડા) પ્રા.શાળા માં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

કાંકરેજ તાલુકાના વડા ખાતે આવેલ શ્રી બેણાવાસ (વડા) પ્રા. શાળામાં શાળા પ્રવેશોત્સવમાં શાળાના આચાર્ય રમેશભાઈ જોષી દ્વારા બાલ વાટિકા અને ધોરણ-૧ માં પ્રવેશ મેળવનાર તમામ નવિન બાળકો ને કંકુ તિલક કરી અક્ષત લગાવી શ્રી ગણપતિ દાદા તેમજ માં સરસ્વતી માતાની વંદના કરી પ્રવેશ આપવામા આવ્યો હતો.ગત વર્ષે ૧ થી ૩ નંબર પ્રાપ્ત કરનાર વિધાર્થીઓને પ્રોત્સાહન ઈનામ આપી સન્માનિત કરેલ. નવીન પ્રવેશ મેળવતા બાળકોને ભણવા પ્રત્યે ની હુંફ વધારવામાં આવી. વાલીઓને જણાવ્યું હતું કે  બાળકો બાળકોને નિયમિત અને સમયસર શાળાએ અભ્યાસ અર્થે મોકલવાં આહવાન કરવામાં આવ્યું.કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે તેમજ ગ્રામજનો એ ખુબ મહેનત કરી એ બદલ આચાર્ય દ્વારા દરેકનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. હાજર ગ્રામજનો,બાળકો અને શાળા પરિવારે આ કાર્યક્રમની ખુબ જ ધામધૂમ થી ઉજવણી કરી અને સૌ મોં મીઠું કરી છૂટા પડ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા

Back to top button
error: Content is protected !!