BANASKANTHAGUJARATPALANPUR
		
	
	
પસવાદળ ગામે છાપી જી.પં.સીટનો સ્નેહ મિલન કાર્યક્રમ આત્મનિર્ભર ભારત સંકલ્પ સભા યોજાઈ

4 નવેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
   નૂતન વર્ષ વિક્રમ સંવત – ૨૦૮૨, નિમિત્તે બનાસકાંઠા જિલ્લામાં  સમાવિષ્ટ છાપી જી.પં.સીટ ના પસવાદળ ગામે આત્મનિર્ભર ભારત સંકલ્પ સભા તેમજ “સ્નેહ મિલન” કાર્યક્રમ યોજાયો હતો ..આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તેમજ જિલ્લા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અમૃતભાઈ દેસાઈ ( ગઢ ) એ ઉપસ્થિત રહી નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું હતુ  તેમજ “હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી”નો સૌને સંકલ્પ લેવડાવ્યો હતો  આ પ્રસંગે વડગામ તા.ભાજપ પ્રમુખ કામરાજભાઈ ચૌધરી , વડગામના પૂર્વ ધારાસભ્ય મણીલાલ વાઘેલા, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ દક્ષાબેન પરમાર સહિત મંડલ ભાજપના હોદ્દેદારો , સહકારી આગેવાનો તેમજ સામાજિક અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
				




